Savera Gujarat
Other

ગુજરાતમાં શાહકાહારીના પ્રમાણ ઘટાડો અને માશાહારીના પ્રમાણમાં વધારોનો સર્વેમાં દાવો

રાજકોટ-અમદાવાદ સહિતના મહાનગરોમાં ઈંડા-નોનવેજની લારી હટાવવાના મુદ્દે વિવાદ અને રાજય સરકારમાં જ વિરોધાભાસી સુર વચ્ચે એક સર્વેમાં એવો ખુલાસો થયો છે કે ગુજરાતની 40 ટકા વસતી માંસાહાર આરોગે છે. રાજસ્થાન, પંજાબ, હરીયાણા જેવા રાજયો કરતાં પણ ગુજરાતમાં ટકાવારી વધુ છે. ગુજરાતમાં મહિલાઓ કરતા પુરૂષોમાં નોનવેજ ખાવાનું ચલણ વધુ છે.રાજસ્થાન કરતાં આ પ્રમાણ માત્ર 25 ટકા વસ્તી જ માંસાહારી છે અને દેશનું સૌથી મોટુ શાકાહારી રાજય છે. સુત્રોએ એવો નિર્દેશ કર્યો છે કે આ આંકડાઓ 2024 ના સર્વેનાં છે અત્યારે માંસાહારીની ટકાવારી વધુ મોટી હોઈ શકે છે. નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે આઝાદી કાળથી પંજાબ વેજીટેરીયન રાજય રહ્યું છે.ગુજરાતમાં માંસાહાર વધુ ખવાતો હોવાનું સ્વીકાર્યા વિના છુટકો નથી. કોઈપણ સમાજ કે જ્ઞાતિનાં યુવાવર્ગમાં માંસાહારનું ચલણ વધ્યુ છે.

Related posts

રાહુલ ગાંધીની સજા પર સ્ટેની સુનાવણી ૧૩ એપ્રિલે

saveragujarat

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના મુખ્ય કન્વીનર તરીકે ભાજપના ડૉ યજ્ઞેશ દવેની નિયુક્તિ કરવામાં આવી

saveragujarat

અમદાવાદમાં ૪૯.૫૮ લાખનાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ

saveragujarat

Leave a Comment