Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

પ્રમુખ સ્વામી મહારાજ મારા માટે પિતાતુલ્ય :વડાપ્રધાન

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી BAPS આયોજિત પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના ઉદઘાટન પ્રસંગે અમદાવાદ એરપોર્ટથી પ્રમુખ સ્વામી નગર પહોંચ્યા હતા. શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ મહંત સ્વામી, પીએમ નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ તરફ પ્રયાણ કર્યું હતું. પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો pm મોદીનો હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો, શાસ્ત્રોક્તવિધિથી વાતાવરણ ગૂંજ્યું હતું. વડાપ્રધાન મોદીએ પ્રમુખ સ્વામીની ચરણવંદના કરી હતી. ત્યારબાદ જંગી સભાને સંબોધન કર્યું હતું.પીએમ મોદીએ કહ્યું કે, મારૂ સૌભાગ્ય કે ઐતિહાસીક કાર્યક્રમમાં સાથી સહભાગી અને સત્સંગી બનવાનો મોકો મળ્યો, મેં જેટલો સમય અહી વિતાવ્યો ત્યારે દિવ્યતાની અનુભુતી થઇ. અહી અબાલ, વૃદ્ધો, સૌ માટે વિરાસત ધરોહર પ્રકૃતિને પરિસરમાં આવરી લેવાઇ છે. ભારતના રંગ અહી જાેવા મળે છે. આવનારી પેઢીને આ આયોજન પ્રેરણા આપશે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દુનિયાભરમાંથી લોકો મારા પિતા તુલ્ય પ્રમુખ સ્વામીને શ્રધ્ધાંજલી આપવા માટે આવશે. વસુધૈવ કુટુંબકમની ભાવના આ નગરમાં જાેવાય છે. આપણા સંતોએ વિશ્વને જાેડાવાનુ કર્યુ. બાળપણમાં જ્યારે દુરથી પ્રમુખ સ્વામીના દર્શન કરતા ત્યારે સારૂ લાગતુ. કલ્પના ન હતી કે રૂબરૂ મળવાનુ થશે..પીએમ મોદીએ ઉમેર્યું કે, ૧૯૯૧માં પ્રથમ વાર મળવાનો અને સત્સંગ કરવાનો મોકો મળ્યો, જેમાં માત્ર સેવાની જ વાત કરી.
પ્રમુખ સ્વામી વ્યકિતની ક્ષમતા પ્રમાણે સત્સંગ પ્રવચન આપતા. કલામ વૈઘ્નાનિક હતા, તેમને પણ તેમની પાસેથી શીખવા મળતુ અને મારા જેવા સામૈજિક કાર્યકરને પણ શીખવા મળતુ.પીએમ મોદીએ કહ્યું કે, ૨૦૦૨માં જ્યારે હુ પ્રથમ વાર ચુંટણી લડ્યો, ત્યારે ફોર્મમાં સહી કરવાની પેન પ્રમુખ સ્વામી આપતા. ત્યારથી લઇ કાશીમાં ફોર્મ ભર્યુ ત્યારે પણ પેન મોકલી હતી. છેલ્લા ૪૦ વર્ષથી દર વર્ષે મને કુર્તા પાયજામનુ કપડુ પ્રમુખ સ્વામી મોકલતા. આજે પ્રધાનમંત્રી છું, તેમ છતાં કપડા મોકલવાની પરંપરા મહંત સ્વામીએ ચાલુ રાખી છે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હું જયારે કચ્છના ભુકંપ સમયે સેવા કરવા ગયો ત્યારે મારા જમવાની ચિંતા પણ પ્રમુખ સ્વામી મહારાજ કરતા હતા. ૧૯૯૨માં હું જ્યારે કાશ્મીરના લાલચોકમાં તિરંગા લહેરાવા ગયો ત્યારે સૌથી પહેલો ફોન પ્રમુખ સ્વામીનો હતો કે તમે કુશળતો છોને…પીએમ મોદીએ જણાવ્યું કે,
અક્ષરધામ પર હુમલો થયો ત્યારે એ સંકટના સમયે પ્રમુખ સ્વામીએ મને ફોન કરી કહ્યું તારૂ ઘર તો સામે જ છે કોઇ તકલીફ નથીને.. આટલી સંકટની ઘડીમાં પણ પ્રમુખ સ્વામી સ્વસ્થ હતા. પીએમ મોદીએ કહ્યું કે, પ્રમુખ સ્વામીએ સંત પરંપરાને સંપુર્ણ પણે બદલી, સંત સમાજ માટે છે.પીએમ મોદીએ ઉમેર્યું કે, પ્રમુખ સ્વામી ઇચ્છતા તો અમદાવાદ કે ગાંધીનગરમાં રહી શકતા હતા, પણ તમણે સારંગપુર રહેવાનુ પસંદ કર્યુ. જ્યાં તેમણે સંતોનુ ટ્રેનીંગ સેન્ટર શરૂ કરી સંત બનાવ્યા. તેઓ દેવ ભક્તિ અને દેશ ભક્તિમાં અંતર નહોતા કરતા. આ સમારોહ નવી પેઢીના પ્રેરણાનુ કારણ બનશે. પીએમ મોદીએ કહ્યું, મને જાણવા મળ્યું છે કે અહીં ૮૦ હજાર સ્વંયસેવકો સેવા કરી રહ્યા છે, ત્યારે મેં કીધું કે હું પણ એક સ્વયં સેવક છું. તમે પણ એક નામ જાેડી દો.

Related posts

વડોદરાના યુવાન સાથે ક્રેડિટ કાર્ડને નામે ૬.૨૦ લાખની મોટી ઠગાઈ

saveragujarat

WHO એ વિશ્વમાં મેલેરિયાની પ્રથમ વેક્સિન RTS,S/AS01 ને આપી મંજૂરી…

saveragujarat

માર્ચ માસમાં દેશમાં જીએસટીની આવક ૧,૪૨,૦૯૫ કરોડ થઈ

saveragujarat

Leave a Comment