Savera Gujarat
Other

ગુજરાતના 9 લાખ રીક્ષા ચાલકો ગેસના ભાવ વધારાના મુદ્દે દિવાળી બાદ હડતાલ ઉપર ઉતરશે

દિવાળી બાદ રાજ્યભરમાં રીક્ષાના પૈડા થંભી જશે. હાલમાં જ મળતી માહિતી મુજબ રાજ્યના 9 લાખ રીક્ષા ચાલકો ઉતરશે હડતાલ પર ઉતરવાના છે, તા.15 અને 16 નવેમ્બર દરમિયાન રિક્ષાચાલકો 36 કલાકની હડતાલ પાડશે. આ હડતાળ બાદ પણ સરકાર નિરાકરણ નહીં લાવે અને રીક્ષાના ભાડા નહીં વધારે તો તા.21મીથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરાઇ છે.

મોંઘવારી આસમાને છે, સાથે સીએનજી ગેસના ભાવમાં પણ સતત વધારો જોવા મળ્યો છે, આ સ્થિતિમાં રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે. ત્યારે સીએનજીના ભાવ વધારેને લઈ દિવાળી પછી રીક્ષા ચાલકો હડતાલ કરવાના મુડમાં છે. ત્યારે આજે વિગતો મળી છે કે, અમદાવાદ ખાતે રાજ્યના રાજકોટ, વડોદરા, સુરત સહિતના રીક્ષાચાલક એસો.ના આગેવીનોની બેઠક મળી હતી. બેઠકમાં તમામ શહેરના યુનિયનોએ હડતાલ કરવા સમર્થન આપ્યું છે. દિવાળી સુધી સરકાર કોઈ નિર્ણય નહિ લે તો ગુજરાતભરમાં હડતાલ કરવાની રીક્ષા ચાલકોએ ચિમકી ઉચ્ચારી દીધી છે.
જાણવા મળે છે કે, બેઠકમાં કરાયેલા નિર્ણય મુજબ આગામી તા.15 અને 16 નવેમ્બરે રાજ્યના 9 લાખ રીક્ષા ચાલકો હડતાલ પર ઉતરશે. આ 36 કલાકની હડતાલ દરમિયાન સરકાર કોઈ નિરાકરણ નહીં લાવે તો તા.21મી નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવશે.

Related posts

આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર થશે શરૂ, 3 તારિખે રજૂ થશે બજેટ.

saveragujarat

વડાપ્રધાન મોદીએ પોતાના જન્મદિવસ પર નવા ભારતમાં મહિલા શક્તિના પરચમની કરી વાત

saveragujarat

તુર્કી-સીરિયામાં વિનાશક ભૂકંપથી અત્યાર સુધીમાં ૪૦૦૦ થી વધુનાં મોત

saveragujarat

Leave a Comment