Savera Gujarat
Other

કોમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં રૂા.266નો તોતીંગ વધારો

કેન્દ્ર સરકારે આજે વધુ એક ડામ આપી દીધો છે. આજે પરંપરા તોડીને પેટ્રોલ-ડીઝલના ભાવ સોમવારે સામાન્ય રીતે વધતા નથી તેના બદલે આજે આ બન્ને ઈંધણના ભાવ વધ્યા છે તો તા.1ના રોજ ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સીલીન્ડરના ભાવમાં 19 કિલોના સિલીન્ડરના ભાવમાં રૂા.266નો તોતીંગ વધારો કરી દીધો છે. આ એક સમયનો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે અને તેના કારણે હોટેલ, રેસ્ટોરા વિ. જે કોમર્શિયલ ગેસ સીલીન્ડર વાપરે છે તેઓને તહેવારો સમયે જ મોટો આંચકો લાગ્યો છે. 19 કિલોના કોમર્શિયલ સીલીન્ડરના ભાવ જે દિલ્હીમાં રૂા.1734 હતા તે આજથી રૂા.2000.50 થઈ ગયા છે. જો કે ઘરેલું વપરાશના ગેસના (એલપીજી)ના સબ્સીડાઈઝ કે નોન સબ્સીડાઈઝ ગેસના ભાવ હજું વધ્યા નથી પણ તે વધારો પણ ગમે ત્યારે આવી શકે છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ રાંધણગેસના ભાવ સપ્ટે. માસમાં બે વખત વધાર્યા હતા અને ઓકટોબર માસમાં પણ ભાવવધારો થયો હતો અને હવે નવેમ્બર માસના પ્રારંભથી જ નવો મોટો ભાવવધારો થતા હવે કોમર્શિયલ ગેસ વાપરનારા તેનાથી સસ્તા 14.2 કિલોના સિલીન્ડર જે ખરેખર ડોમેસ્ટીક વપરાશના છે તે ખરીદીને વાપરશે જેના ભાવમાં રૂા.1000 જેટલો તફાવત છે.

Related posts

બોર્ડે કાર્યવાહી કરતા બંનેને એક વર્ષ માટે બેન કર્યા છે

saveragujarat

નેતાએ ૧૩ વર્ષની છોકરીને ઘરે બોલાવી બાંધ્યા શરીર સંબંધ

saveragujarat

આદિવાસી સમાજ નું ગૌરવ “દિપકભાઈ એમ ડામોર”

saveragujarat

Leave a Comment