Savera Gujarat
Other

રાજકુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ મને અંડરવર્લ્ડની ધમકી આપી હતી

તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સાથે સંબંધીત પોર્ન વિડીયોનો મામલો ચર્ચામાં હતો. આ દરમ્યાન અનેક સેલીબ્રીટીઓએ આ મામલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. પરંતુ તે દરમ્યાન શર્લિન ચોપડાએ કંઈ કહ્યુ હતું. જેના પછી તેને શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા તરફથી માનહાનીની નોટીસ મોકલવામાં આવી હતી. નોટીસની તસ્વીરો શેર કરતી વખતે શાર્લિને તેના ટિવટર એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી હતી. હવે તેને આ મામલે નિવેદન પણ જાહેર કર્યુ છે જેમાં શર્લિને રાજ અને શિલ્પા પર ચોકાવનારા આરોપ લગાવ્યા છે.

શાર્લિન ચોપડાએ આ મામલે નિવેદન આપતા કહ્યું કે રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ મને અંડરવર્લ્ડથી ધમકી આપી હતી અને હવે મને માનહાનીની નોટીસ મોકલી છે. પરંતુ હું ડરીશ નહી. હું પોલીસને વિનંતી કરું છું કે મારુ નિવેદન નોંધે જેથી કરીને મારી ફરિયાદની નોંધ લઈ શકાય. માનસિક ત્રાસ માટે 75 કરોડની નોટીસનો જવાબ મે આપ્યો છે. એટલું જ નહી શાર્લિન ચોપડાએ પોતાને પોર્ન રેકેટનો શિકાર ગણાવ્યો હતો.

તેના આ કેસમાં આગોતરા જામીન માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે જેની સુનાવણી 17 નવેમ્બરે થવાની છે. અગાઉ શાર્લિને તેના ટિવટર એકાઉન્ટ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે મહિલાને દુર્વ્યવહાર સામે અવાજ ઉઠાવવા બદલ સજા ન થવી જોઈએ તેને કહ્યું હતું. હિંમતનો અર્થ એ નથી કે તમે ડરશો નહી પરંતુ હિંમતનો અર્થ એ છે કે કોઈ ડર તમને રોકી શકશે નહી.

Related posts

જૂનુ મકાન પચાવી પાડવાની આડમા યુવક કે, માલિકની હત્યા કરી નાંખી

saveragujarat

મોદી અટક પર ટીપ્પણી કેસમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા

saveragujarat

ભારતના લોકો અને કંપનીઓ ટેકનોલોજી અપનાવવામાં સૌથી આગળઃ માર્ક ઝકરબર્ગ

saveragujarat

Leave a Comment