Savera Gujarat
Other

સૌરાષ્ટ્ર યુનિ.ના કૌભાંડોની ફાઈલો ખૂલતા જ ભાજપના રાજ્યસભાના સાંસદ પિક્ચરમાં આવ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) શૈક્ષણિક સંસ્થાના બદલે રાજકીય અખાડો બની હોય તેવું લાગી રહ્યું છે. બુધવારે થયેલી સિન્ડીકેટ બેઠકમાં એબીવીપીના હોબાળો બાદ ખુદ રાજ્યસભાના સાંસદ મેદાને આવ્યા છે. સાંસદ રામ મોકરિયા (Ram Mokariya) એ કુલપતિ સાથે મુલાકાત કરી એબીવીપી સામે ફરિયાદ ન કરવા સૂચના આપી છે. તેમણે કહ્યું કે સિન્ડિકેટની બેઠક બાદ થયેલ ઘર્ષણમાં પોલીસે ગુંડાઓ જેવું વર્તન કર્યું હતું. વિદ્યાધામમાં આવા કૌભાંડો ના ચલાવી લેવાય. સમગ્ર મામલે હાઈ કમાન્ડ સુધી રજૂઆત કરી છે. સાથે જ તેમણે હાથ જોડીને ભલામણ કરી કે વર્ષોથી યુનિવર્સિટીમાં બેઠલા સિન્ડીકેટ સભ્યોને હટાવો. હવે બીજા નવા યુવાનોને તક આપવી જોઈએ. હવે યુનિવર્સિટીમાં ધ્યાન આપવાની જરૂર છે. જેથી હું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અનને મુખ્યમંત્રીને રજૂઆત કરીશ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક બાદ બાદ એક કૌભાંડ (Scam) મામલે રામ મોકરાઈ મેદાનમાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શિક્ષણ ધામ ભ્રષ્ટાચાર (corruption) અને કેરેક્ટરના પ્રશ્નો હોવા ન જોઈએ તેવી તેમણે કુલપતિને રજૂઆત કરી છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું કુલપતિને રજુઆત કરવા માટે ગયો હતો. ABVP ના કાર્યકરો સાથે પોલીસનું વર્તન ખરાબ હતું. યુનિવર્સિટીમાં ધ્યાન આપવાની જરૂર હોઈ હું હાઈ કમાન્ડનું ધ્યાન દોરીશ. તો મોરારીબાપુની ટકોર મામલે તેમણે કહ્યું મોરારીબાપુ પોતાનું કર્તવ્ય નિભાવે. હું શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી અને સી.આર પાટીલને રજુઆત કરીશ. ભરતી મામલે કોઈને અન્યાય ન થાય તે જરૂરી છે.

હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી છું, આવું થાય એટલે મને પણ દુઃખ થાય. જેમ પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર પાટીલ સહકારમાં મેન્ડેડની વાત કરી, તેમ યુનિવર્સિટીમાં પણ આ પ્રથા હોવી જોઈએ. હાલમાં યુનિવર્સિટીમાં સ્થિતિ મામલે વાલીઓ ચિંતિત છે. આગેવાનો પોત પોતાની કોલેજો ઉભી કરી દીધી છે આવું ન હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, રાજકોટની સૌરાષ્ટ્ર્ર યુનિવસિર્ટી વિવાદનું ઘર બની છે. ભાજપના કોર્પોરેટરએ ભાજપના સિન્ડિકેટ સભ્ય સામે વાઈસ ચાન્સેલરને રજૂઆત કરી હતી. યૂનિવર્સિટીની તબલા સમિતીમાં કલાધર આર્યની નિયુક્તિ જ ખોટી હોવાનું જણાવ્યું.

ભાજપના વોર્ડ નંબર 5 ના કોર્પોરેટર હાર્દિક ગોહિલે વિદ્યાર્થીઓ સાથે આ મામલે આવેદન પત્ર આપ્યું હતું. કલાધર આર્ય તબલા વિષયની પદવી ન ધરાવતા હોવા છતા આ સિન્ડિકેટ સભ્યની નિયુક્તિ ખોટી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. તેમણે 10 દિવસમાં નિર્ણય નહી આવે તો આંદોલન કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે. આ સાથે જ ભાજપના સિન્ડિકેટ સભ્યોમાં આંતરિક ધમાસાણ શરૂ થયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક બાદ એક જૂની ફાઇલો ઉખડી રહી છે.

Related posts

૨૮ વર્ષે હાઈકોર્ટે આરોપીને નિર્દોષ છોડવાના નીચલી કોર્ટના આદેશને કર્યો રદ્દ

saveragujarat

ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સુપોષણ અભિયાન અંગે બેઠક યોજાઈ.

saveragujarat

કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ કૉરિડોરનાં નિર્માણ કાર્યની કરી સમીક્ષા.

saveragujarat

Leave a Comment