Savera Gujarat
Otherતાજા સમાચારભારત

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પછી ભારતના ઘણા વિસ્તારોમાં Gmail ડાઉન થતા યુઝર્સ થયા પરેશાન…

તાજેતરમાં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સેવા ડાઉન થઈ હતી. Gmailની સર્વિસ કામ નથી કરી રહી. ભારતના ઘણા ભાગોમાં, લોકો Google ની મફત ઇમેઇલ સર્વિસને એક્સેસ નથી કરી રહ્યા. Gmail વપરાશકર્તાઓ મેઇલ પણ મોકલી શકતા નથી અને મેઇલ મળી પણ શકતો નથી.

ઈન્ટરનેટ સર્વિસ આઉટેજ પર નજર રાખતી સાઇટ ડાઉન ડિટેક્ટરના જણાવ્યા અનુસાર 68 ટકા લોકોને વેબસાઈટ એક્સેસ કરવામાં મુશ્કેલી આવી રહી છે. 18% વપરાશકર્તાઓએ સર્વર કનેક્શનનો રિપોર્ટ કર્યો, જ્યારે 14% વપરાશકર્તાઓને લોગિનની સમસ્યા આવી રહી છે.

તેને લઇ લોકો ટ્વિટર પર પણ રિપોર્ટ કરી રહ્યા છે. લોકો #gmaildown સાથે ટ્વીટ કરી રહ્યા છે. કંપનીએ હજુ સુધી આઉટેજનું કારણ જણાવ્યું નથી. ભારતના ઘણા ભાગોમાં વપરાશકર્તાઓ Gmail ડાઉન વિશે ફરિયાદ કરી રહ્યા છે.

તાજેતરમાં, સોશિયલ મીડિયા દિગ્ગજ ફેસબુક પણ આઉટેજનો શિકાર બન્યું હતું. ફેસબુકની સાથે સાથે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પણ 6 કલાકથી વધુ સમય માટે ડાઉન રહ્યા હતા. ગયા અઠવાડિયે આ એપ્સ બે વાર ડાઉન થઈ ગઈ.

Related posts

સુરતમા સિગરેટ પર પ્રતિબંધનુ જાહેરનામુ કમિશ્નરે બહાર પાડ્યું-સિગરેટના શોખીનો માટે સજ્જડ સકંજો

saveragujarat

નશાબંધી અને આબકારી ખાતુ પણ ગ્રેડ-પે મુદ્દે મેદાનમાં

saveragujarat

રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં થયો ઘટાડો

saveragujarat

Leave a Comment