Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

લખીમપુર હિંસાના આરોપી આશિષ મિશ્રાને લઈને કોર્ટે આપ્યો મોટો ચુકાદો, 3 દિવસના પોલિસ રિમાન્ડ પર મોકલી આપવાનો આદેશ…

લખીમપુર ખેરી કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. લખનઉ સીજીએમ કોર્ટે આરોપી આશિષ મિશ્રાને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. કોર્ટે આરોપીને તેની સાથે વકીલ રાખવાની પણ મંજૂરી આપી છે. કોર્ટના આદેશ બાદ હવે આશિષ 12 ઓક્ટોબરના સવારે 10 થી 15 ઓક્ટોબરના સવારે 10 વાગ્યા સુધી પોલીસ રિમાન્ડ પર રહેશે.

સોમવારે ફરિયાદીએ આશિષના બે દિવસના પોલીસ રિમાન્ડની માંગ કરી હતી પરંતુ બચાવ પક્ષના વકીલે આ માંગ સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને ત્રણ દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા પર લખીમપુર ખિરીમાં ખેડૂતો પર ગાડી ચડાવી દઈને અને ચાર ખેડૂતોની હત્યા કરવાનો આરોપ છે. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ આશિષ મિશ્રા ને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. આશિષના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાની હકાલપટ્ટી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

Related posts

શું તમે જાણો છો રાવણના અધૂરા રહી ગયેલા 7 કામ વિષે ?

saveragujarat

મારે વોટ માગવા નથી, જાે તમારૂ ભલું થયું હોય તો જ વોટ આપજાે

saveragujarat

અદાણી ગ્રુપને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો, અમદાવાદમાં કરવું હતું આ મોટું કામ પરંતુ SC એ અરજી ફગાવી દીધી તથા 10 લાખનો દંડ પણ ફટકાર્યો…

saveragujarat

Leave a Comment