Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મારે વોટ માગવા નથી, જાે તમારૂ ભલું થયું હોય તો જ વોટ આપજાે

સવેરા ગુજરાત ,અમદાવાદ, તા.૨
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ૧૮૨ પૈકી સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકોના ભાવિ ગઇકાલે ઇવીએમમાં સીલ થઇ ચૂક્યા છે. હવે બીજા તબક્કામાં ૧૪ જિલ્લાઓમાં ૯૩ બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં કુલ બે કરોડ ૫૧ લાખ ૫૮ હજાર ૭૩૦ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાશે.
રાજ્યના કુલ મતદારોની વાત કરીએ તો ૪ કરોડ ૯૧ લાખ ૩૫ હજાર ૪૦૦ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે છે. બીજા તબક્કામાં ૧૭ હજાર ૬૦૭ પુરૂષ અને ૬૬૪ મહિલા મતદારો મળી ૧૮ હજાર ૨૭૧ સેવા મતદારોનો સમાવેશ થાય છે. ત્યારે આવતીકાલે ૩ ડિસેમ્બર પ્રચાર માટેનો સમય પુરો થશે. એટલે આજે અને આવતીકાલે ટોચના નેતાઓ મધ્ય અને ઉત્તર ગુજરાતની બેઠકો કબ્જે કરવા સભાઓ કરવા પહોચી ગયા છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા તબક્કાનો ચૂંટણી માટે આજે પ્રચાર કરશે અને ૪ સ્થળે સભા સંબોધશે.
ઉત્તર ગુજરાતની બેઠકો હાંસલ કરવા બનાસકાંઠા જિલ્લામાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા યોજાઈ હતી. જેમાં તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પહેલા તબક્કાના મતદાનમાં ભાજપનો ડંકો વાગ્યો છે. હવે તમારે ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડી ભાજપને વિજયી બનવાની છે. બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના કાંકરેજના નાથપુરા ગામે સભાને સંભોધન કરીને પાટણમાં યુનિવર્સિટી ગ્રાઉન્ડ ગયા અને ત્યાથી આણંદના સીબી પટેલ ઈગ્લિશ મીડિયમ સ્કૂલ અને અમદાવાદના સરસપુરમાં વિક્રમ મિલ કમ્પાઉન્ડ ખાતે જનસભાને સંબોધન કર્યું.
બનાસકાંઠા જિલ્લામાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભા યોજાઈ હતી. જેમાં તેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પહેલા તબક્કાના મતદાનમાં ભાજપનો ડંકો વાગ્યો છે. હવે તમારે ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડી ભાજપને વિજયી બનવાની છે.
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ હતી. સંબોધનની શરૂઆત તેઓએ ભારત માતાની જય બોલાવીને ચાલુ કરી હતી. જે બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વગાડી દીધો છે. તેમણે કહ્યું કે બનાસકાંઠા આટલુ લીલુછમ છે, મારે વોંટ માંગવા નથી, જાે તમારૂ ભલું થયું હોય તો જ વોટ આપજાે, જે કહું એ કરવાનું એનું નામ જ મોદી, બનાસકાંઠાના ભાઈઓ – બહેનો લખી રાખો આ મોદી છે તો કંઇ જ અશક્ય નથી, આજે નર્મદાનું પાણી અમે ઘરે ઘરે પહોંચાડ્યું, ચોકડીઓ ખોદવા લોકો જતા એમાં પણ કોંગ્રેસ કટકી કરતી..ભાજપ સિંચાઇ માટે લગાતાર કામ કરે છે અને મારૂ સપનું છે, બનાસડેરીને બનાસ કિનારેથી ગંગા કિનારે લઇ જવી છે, એટલે કે કાશીમાં લઇ જવી છે. જે બનાસકાંઠાની કોઇ ઓળખ નહોતી, તેને બટાકા અને દાડમની ખેતી થાય છે જે બનાસકાંઠાને ઓળખ મળી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના નાથપુરા ગામે સભાને સંભોધન કરતા કહ્યું કે અહિંયા મારૂ સ્વાગત થયુ, મને પાઘડી પહેરાવી કાંકરેજી ગાયની પ્રતિકૃતિ ભેટ આપી છે. કાંકરેજી ગાયો જેવી દેશી નસ્લની ગાયો આ વિરાસતને સમૃદ્ધ કરે છે. નર્મદાના પાણી માટે કોંગ્રેસે લોલીપોપ આપ્યા પણ પાણી ન આપ્યું આ કોંગ્રેસની નીતિ હતી લટકાના, અટકાના ઔર પટકાના જેવી છે.
કોંગ્રેસના સ્વભાવમાં જ છે કે તેને ફાયદો ન થાય એ કામ જ ન કરવાનું, જેણે સરદાર સરોવર ડેમ અટકાવ્યો હતો, એમના ખભે હાથ મૂકીને કોંગ્રેસના નેતા પદયાત્રા કરે છે. જેણે પાણીને રોક્યું હોય એ પાપને માફ પણ ન કરાય.
કાંકરેજના નાથપુરા ગામે વધુ જણાવતા તેમણે કહ્યુ કે એકવાર મને વિચાર આવ્યો કે ખેડૂતોને પાણી આપો તે કંઇપણ કરી શકશે, તેથી બનાસકાંઠાના ટપક સિંચાઈ પધ્ધતિ લાવ્યા.અને ટપક સિંચાઈથી પાણી પણ બચ્યું અને ખેતીને પણ આવક વધી છે. અત્યારે દેશમાં જેટલું અનાજ પેદા થાય છે એના કરતાં પણ વધારે પૈસાનું દૂધ ઉત્પાદન થાય છે.
બનાસકાંઠાના કાંકરેજની સભામા કોંગ્રેસને આડે હાથે લેતા કહ્યુ કે આ કોંગ્રેસીઓ રાશનકાર્ડમાંથી ગરીબોનું અનાજ પણ ખાઇ જતા હતા. કોંગ્રસના રાજમાં કરોડોના ગોટાળા થતા, આ હું નથી કહેતો છાપાવાળા લખતા હતા. ૪ કરોડ એવા રેશકાર્ડ હતા કે જે વ્યક્તિનો જન્મ જ નહોતો થયો. તેમજ જેનો જન્મ ન થયો હોય એના લગ્ન થઇ ગયા હોય, સમુહ લગ્નના પૈસા મળે પછી વિધવા પેન્સન લેતા.. આ કોંગ્રેસીઓ આવું કરતા હતા. ભ્રષ્ટાચાર પકડાય છે એટલે એમના પેટમાં તેલ રેડાય છે. મારા આવ્યા પછી તમને આવું વાંચવા નહીં મળ્યું હોય, આ બધા પૈસા બચ્યા અને તમારા માટે કામ આવ્યા.

Related posts

અમેરિકા-કેનેડા બોર્ડર પર માર્યા ગયેલા ૩ ગુજરાતી માણેકપુરાના હોવાનું ખૂલ્યું

saveragujarat

સિદ્ધાંતકપુરે ડ્રગ્સ લીધુ હતુ: મેડીકલ રીપોર્ટમાં કન્ફર્મ થયુ

saveragujarat

અંબાજી સમસ્ત બ્રહ્મ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમા જાગેશ્વર ઇલેવન ટીમ બની વિજેતા

saveragujarat

Leave a Comment