Savera Gujarat
તાજા સમાચારભારત

સરકાર દ્વારા 68 વર્ષ બાદ તાતાને ફરીથી એરલાઈન્સનું સુકાન આપવામાં આવ્યું…

એર ઇન્ડિયાના ખાનગીકરણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેવાળામાં પહોચી ગયેલી ઇન્ડિયન એરલાઈન્સ એટલે કે એર ઇન્ડિયાને હવે તેના નવા સુકાની મળી ગયા છે. સરકાર સતત એર ઇન્ડિયાને વેચવાની કોશિશ કરતુ હતું અને હવે તેમાં સફળ નિવડ્યું છે. 68 વર્ષ બાદ સરકાર દ્વારા તાતાને એરલાઈન્સનું ફરીથી સુકાન આપવામાં આવ્યું છે. સરકાર દ્વારા એર ઇન્ડિયાની બોલી માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને વિજેતાની જાહેરાત કરી દીધી હતી. ડીપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ એટલે કે દીપમ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી.

એર ઇન્ડિયા સ્પેસિફેક અલ્ટરનેટિવ મિકેનિઝમ પેનલે એર ઇન્ડિયાની નાણાંકીય બોલી પર નિર્ણય લીધો હતો. આ પેનલમાં ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારામન સહિત અનેક મંત્રીઓ અને અધિકારીઓ સામેલ છે. દીપમના સચિવે તુહીન કાન્તેય પાંડેએ કહ્યું છે કે, ઘણીવાર બોલી માટે અરજી મંગાવવામાં આવી હતી પરંતુ ફાઈનલી સપ્ટેમ્બરમાં બે બીડરના નામ ફાઈનલ થયા હતા. એર ઇન્ડીયાના દરેક કર્મચારીઓનું ધ્યાન રાખવામાં આવશે. તેમને આ અંગેની કોઈ જ અસર નહિ

એર ઇન્ડિયા માટે તાતા ગ્રુપ અને સ્પાઈસજેટના અજય સિંહ દ્વારા બોલી લગાવવામાં આવી હતી. બ્લૂમબર્ગના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, એર ઇન્ડિયા માટે પેનલે તાતા ગ્રુપની પસંદગી કરવામાં આવી છે. ડિસેમ્બર સુધી તાતાને તેનો માલિકી હક બની શકે છે. વર્ષ 1932માં તાતા એરલાઈન્સની સ્થાપના કરવામાં આવી હતી. હવે 68 વર્ષ બાદ તાતાએ ફરીથી ઉંચી બોલી લગાવી ખરીદી લીધું છે.

Related posts

કોંગ્રેસ પાર્ટીએ ગરીબી નહીં પણ ગરીબોને હટાવ્યા : અમિત શાહ

saveragujarat

રાજભવન ખાતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ સંપન્ન…

saveragujarat

સુરતમાં મોડી રાત્રે ૩.૮ની તીવ્રતાનો આંચકો આવ્યો

saveragujarat

Leave a Comment