Savera Gujarat
Otherતાજા સમાચારભારત

જો તમે દિવાળી પર કાર લેવાનું વિચારી રહ્યા હોય તો , તમારા બજેટમાં મળી રહી છે આ 4 કાર

મારૂતિ સુઝુકી અલ્ટો

મારૂતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી કાર અલ્ટો છે. સપ્ટેમ્બર-2021માં પણ ભારતમાં સૌથી વધુ વેચાણ અલ્ટોનું થયુ છે. મારૂતિ સુઝુકી અલ્ટોની એક્સ શો રૂમ પ્રારંભિક કિંમત 3,15,000 રૂપિયા છે. પેટ્રોલમાં અલ્ટો 22.05 km માઈલેજ આપવામાં સક્ષમ છે. જેમાં 0.8 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 48PSની પાવર અને 69Nmનું ટોર્ક આપવામાં સક્ષમ છે. મારૂતિની આ કાર કંપની ફિટેડ CNG કિટની સાથે આવે છે, જે 31.59 km/kg માઈલેજ આપે છે.

મારૂતિ સુઝુકી એસ-પ્રેસો

મારૂતિ સુઝુકી એસ-પ્રેસોની વધારે ડિમાન્ડ છે. મારૂતિની આ મિની SUV પેટ્રોલ એમટી-એએમટીમાં 21.7kmpl માઈલેજ આપવામાં સક્ષમ છે. દિલ્હીમાં તેની પ્રારંભિક કિંમત 3,78,000 રૂપિયા છે. જેમાં K10B, 1.0- લીટર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 5-સ્પીડ MT અને 5-સ્પીડ AMT વિકલ્પ પણ સામેલ છે. મારૂતિની આ કાર CNGમાં મળે છે, જે 31.2 km-kg માઈલેજ આપે છે.

મારૂતિ સુઝુકી સેલેરિયો

મારુતિ સુઝુકીની સેલેરિયો પણ સારો વિકલ્પ છે. Celerio પેટ્રોલ MT/AMTનું માઈલેજ 21.63 kmpl છે. જેમાં 1.0- લીટર પેટ્રોલ એન્જિન મળે છે. મારૂતિ સુઝુકી સેલેરિયોની દિલ્હીમાં પ્રારંભિક કિંમત 4,65,700 રૂપિયા છે. તમે મારુતિ સુઝુકીની સેલેરિયો કારને કંપની ફિટેડ CNG કીટની સાથે પણ ખરીદી શકો છો. આ CNG મેન્યુઅલમાં 30.47 km/kg માઈલેજ આપે છે.

મારૂતિ સુઝુકી વેગનઆર

મારૂતિની આ કાર વર્ષોથી ભારતમાં મધ્યમ વર્ગીય પરિવારની પસંદ રહી છે. તેથી તેની માંગમાં ક્યારેય ઘટાડો આવ્યો નથી. મારૂતિ સુઝુકી વેગનઆરની દિલ્હીમાં પ્રારંભિક કિંમત 4,93,000 રૂપિયા છે. WagonR માં 1.0- લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આ હેચબેકમાં 1.2- લીટર પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ છે. પેટ્રોલ એમટી-એએમટીની માઈલેજ 21.79 kmpl છે.

ઉલ્લેખનીય છે કે, ભારતમાં મારૂતિ સુઝુકી વેગનઆરની ખૂબ માંગ રહી છે. કારણકે આ માઈલેજ પોતાના સેગમેન્ટની કારથી પણ વધારે આપે છે. મારૂતિની આ કારને વેલ મેનટેન કાર પણ કહેવામાં આવે છે. સીએનજીવાળી વેગનઆરની પ્રારંભિક કિંમત 5,83,000 રૂપિયા છે. આ 32.52 km/kg માઈલેજ આપે છે.

Related posts

ગુજરાતમાં દારૂબંધી શક્ય છે જો 182 ધારાસભ્યો ઈચ્છે તો : અલ્પેશ ઠાકોર

saveragujarat

રાજસ્થાનના મેવાડના નાથદ્વારાની પાવનધરાના નીલ વાવડી ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

saveragujarat

સેન્સેક્સમાં ૨૫૧, નિફ્ટીમાં ૮૬ પોઈન્ટનો કડાકો બોલાયો

saveragujarat

Leave a Comment