Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, લેશે ગાંધીનગર રેલવે સ્ટેશનની મુલાકાત તથા જાણો સમગ્ર કાર્યક્રમ વિશે…

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જ્યાં આજે તેઓ પોતાના મત વિસ્તાર એવા ગાંધીનગર શહેર-ગ્રામ્યમાં વિવિધ વિકાસના કામો અને નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપશે.

અમિત શાહના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો, બપોરે 3.45 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે મહિલા સ્વ સહાય જૂથ ટી-સ્ટોલનું શાહ લોકાર્પણ કરશે. તો બપોરે 4.15 કલાકે સઇજ ખાતે સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા નવનિર્મિત ઇન્ટરનેશનલ સ્કૂલના મકાનનું લોકાર્પણ કરશે. જ્યારે બપોરે 4.20 કલાકે સઇજ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

આ કાર્યક્રમ બાદ શાહ બપોરે 4.30 કલાકે પાનસર તળાવના બ્યુટિફિકેશનની કામગીરીનું ભૂમિપૂજન કરશે. સાથે જ બપોરે 4.35 કલાકે પાનસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે. જ્યારે બપોરે 4.45 કલાકે અમિત શાહ પાનસર ખાતે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ જાહેરસભાને સંબોધન કરશે. તો સાંજે 6 કલાકે શાહ માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. દિવસના અંતે અમિત શાહ પરિવાર સાથે રાત્રે 8 કલાકે માણસા સ્થિત બહુચરાજી માતાજીના મંદિરમાં દર્શન-આરતી કરશે.

Related posts

‘આપ’ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી.

saveragujarat

પાંચ મહિલાની હત્યામાં મૃત્યુદંડની સજાના આરોપીની ૨૫ વર્ષે મુક્તી

saveragujarat

વડાપ્રધાન મોદીએ પોતાના જન્મદિવસ પર નવા ભારતમાં મહિલા શક્તિના પરચમની કરી વાત

saveragujarat

Leave a Comment