Savera Gujarat
Otherતાજા સમાચારભારત

પાકિસ્તાનમાં પેટ્રોલ ડીઝલના ભાવ સાંભળીને એમ થઈ જશે કે ભારતમાં ઘણું સસ્તું છે પેટ્રોલ ડીઝલ, જાણો શું છે ભાવ ?

ભારતમાં થોડા દિવસના અંતરે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જોવા મળે છે. આજે પણ દેશના જુદા જુદા રાજ્યોમાં ટેક્સના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. પરંતુ પડોશી પાકિસ્તાનમાં, એક દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા વધી ગયા કે ત્યાંના લોકો હેરાન થઈ ગયા છે. ઈમરાન ખાન સરકારે એક દિવસમાં પેટ્રોલની કિંમતમાં 4 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 9 રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે કેરોસીન પણ 7 રૂપિયા મોંઘુ થયું છે. હાઇ સ્પીડ ડીઝલ પણ 2 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

એક અહેવાલ મુજબ, ઇમરાન સરકારે 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિયમના ભાવમાં 5 થી 6 રૂપિયાનો વધારો કરી દીધો હતો. ભારતની સરખામણીમાં, હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 127.30 રૂપિયા / લિટર છે, હાઇ-સ્પીડ ડીઝલની કિંમત 122.04 રૂપિયા / લિટર છે, કેરોસીનની કિંમત 99.31 રૂપિયા છે અને લાઇટ ડીઝલ તેલની કિંમત 99.51 રૂપિયા / લિટર છે.

પાકિસ્તાનના નાણાં વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટીએ આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારા તેમજ વિનિમય દરમાં ફેરફારના આધારે છેલ્લા બે સપ્તાહમાં પેટ્રોલિયમના ઉંચા ભાવો પર કાર્યવાહી કરી હતી. વડા પ્રધાન ઇમરાન ખાને “ગ્રાહકોને કિંમતોમાં લઘુત્તમ વધારો આપ્યો”. ભારતની જેમ પાકિસ્તાનમાં પણ પેટ્રોલ અને ડીઝલના દર દરરોજ બહાર પડતા નથી. ત્યાં 15 દિવસસે ભાવ બદલાય છે.

Related posts

યાત્રાધામ અંબાજી મંદિર માં નવા વર્ષ ભંડારા માં આવેલા રોકડ રકમ ની ગણતરી શરૂ

saveragujarat

“શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવ” અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર, વાધજીપુરમાં શ્રી સ્વામિનારાયણબાપા ચરિત્રામૃત સાગર: સંસ્કૃત ગ્રંથની – ચાતુર્માસ કથાની પૂર્ણાહુતિ…

saveragujarat

૩૫૦૦ સ્કૂલોને સરેરાશ ૧૦% ફી વધારો કરવા મંજૂરી અપાઈ

saveragujarat

Leave a Comment