Savera Gujarat
Otherતાજા સમાચારભારતમનોરંજન

આ ઈ-કાર એકવાર ચાર્જ કરવાથી ચાલશે 300 કિલોમીટર, Alto કરતા પણ ઓછી હશે કિંમત…

આ ફક્ત સૌથી નાની ઈલેક્ટ્રીક કાર નથી પરંતુ વિશ્વની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર પણ હોઈ શકે છે. એક રિપોર્ટ મુજબ, Nano EVની કિંમત 20 હજાર યુઆન (લગભગ 2.30 લાખ રૂપિયા) વધુ નહીં હોય. એટલેકે નેનો ઈવીની કિંમત હકીકતમાં મારૂતિ અલ્ટોથી પણ ઓછી હોઈ શકે છે. એટલું જ નહીં, નેનો ઈવી નિશ્ચિત રીતે ચીનમાં સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ ઈલેક્ટ્રીક કાર વુલિંગ હોંગગુઆંગ મિની ઈવી કારથી પણ સસ્તી હશે.

કંપનીએ આ કારને 2021 તિયાનજીન આંતરરાષ્ટ્રીય ઓટો શોમાં રજૂ કરી હતી. અર્બન યૂઝ મુજબ બનાવવામાં આવેલી આ કારમાં ફક્ત બે બેઠકો આપવામાં આવી છે. કારનું ટર્નિગ રેડિએસ 4 મીટરથી પણ ઓછુ છે. જો ડાયમેન્શનની વાત કરીએ તો નેનો ઈવીની લંબાઈ 2497 mm, પહોળાઈ 1,526mm અને ઉંચાઈ 1,616mm છે. એટલે કે સાઈઝમાં આ ટાટા નેનોથી પણ નાની હશે. ટાટા નેનોની લંબાઈ 3 મીટરથી પણ વધારે છે. જેમાં 1,600mmનું વ્હીલ બેઝ મળશે.

કારની ટોપ સ્પીડ 100 kmph છે. નેનો ઈવીમાં IP67-સર્ટીફાઈડ 28 kWh લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે. આ નાની ઈલેક્ટ્રીક કારને એક વખત ચાર્જ કરવાથી 305 કિમીની રેન્જ મળે છે. કંપની મુજબ, તેને રેગ્યુલર 220 વોલ્ટ સોકેટ દ્વારા ફૂલ ચાર્જ કરવામાં 13.5 કલાકનો સમય થાય છે. બીજી તરફ 6.6 kW AC ચાર્જર દ્વારા તેને ફક્ત 4.5 કલાકમાં ચાર્જ કરી શકાય છે. નેનો ઈવીમાં રિવર્સિગ કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, AC, કીલેસ એન્ટ્રી સિસ્ટમ, LED હેડલાઈટ્સ અને 7 ઈંચની ડિજીટલ સ્ક્રિન મળે છે.

Related posts

શ્રી ગાંધીનગર જૈન સંઘ દ્વારા આયોજિત અભય અમૃત ચાતુર્માસ પ્રવેશ પ્રસંગમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

saveragujarat

ફાયર સેફટી ન હોવાના કારણે ભુજમાં ૧૦ બિલ્ડિંગ સીલ

saveragujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રણ દિવસ ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે

saveragujarat

Leave a Comment