Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બિપરજાેયનું ૧૭૦૦થી વધુ ગામો, ૭૫ દરિયાકાંઠા, ૪૧ બંદરો પર જાેખમ

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૧૫
ગુજરાત પર આવી રહેલી ઘાત બિપરજાેય વાવાઝોડાના કારણે રાજ્યના તમામ દરિયાકાંઠાઓ પર તંત્ર હાઈએલર્ટ પર છે. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફ, એસડીઆરએફઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ પણ તૈનાત છે, તો વિવિધ જિલ્લાઓનું વહિવટી તંત્ર પણ ખડેપગે રહી તમામ પ્રકારના સાવચેતીના પગલા લઈ રહ્યા છે. વાવાઝોડાનું સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જામનગરના દરિયામાં વાવાઝોડાની અસર જાેવા મળી રહી છે. વાવાઝોડાના કારણે દરિયામાં ભારે કરંટ જાેવા મળ્યો છે, જેને ધ્યાને રાખી રોઝી બંદર પર ૧૦ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જિલ્લાના રોઝી બંદરના દરિયામાં ભારે કરંટ ધ્યાને આવ્યા બાદ તુરંત ૧૦ નંબરનું સિગ્નલ જાહેર કરી દેવાયું છે. વાવાઝોડું ટકરાય તે પહેલા ગીર સોમનાથના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગીર સોમનાથનો દરિયો ગાંડોતુર બન્યો છે અને દરિયામાં આવેલો કરંટ છેક માછીમારોની બોટ સુધી જાેવા મળ્યો છે. તો સુરક્ષિત સ્થાનો પર ગોઠવાયેલી બોટો સુધી દરિયાનું પાણી પહોંચી જતાં માછીમારો ચિંતિત થયા છે.બિપરજાેય વાવાઝોડાની અસર પોરબંદરમાં પણ જાેવા મળી રહી છે. અહીંનો માધવપુર દરિયો ગાંડોતૂર બનતા વહિવટીતંત્ર સાવચેતીના પગલા ભરી રહી છે. દરમિયાન અહીં ૯૦થી ૧૦૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો દરિયામાં ૨૦થી ૨૫ ફુટ ઊંચા મોજા ઉછળતા જાેવા મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે જૂનાગઢની સ્થિતિની વાત કરીએ તો અહીં ૮૦થી ૯૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. જ્યારે અહીંના માગરોળ દરિયામાં પણ વાવાઝોડાની અસર જાેવા મળી રહી છે. ભારે પવન વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. માગરોળ દરિયાના વહેણ ઉછળી ઉછળીને બહાર આવી રહ્યા છે. બિપરજાેય વાવાઝોડાની અસર સાબરકાંઠા જિલ્લામાં પણ જાેવા મળી રહી છે. અહીં સતત ભારે પવન ફુંકાઈ રહ્યો છે, આ ભારે પવન વચ્ચે વરસાદે માજા મુકી છે. ધનપુરા, રામપુરા, ગાંભોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મલી રહ્યા છે, તો હિંમતનગરમાં ધોધમાર વરસાદે લોકોને દોડતા કરી દીધા છે. વાવાઝોડાના કારણે પવનની ગતિ વધતા વાહનચાલકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.તો હાલ મળતા અહેવાલો મુજબ સૌરાષ્ટ્ર-કચ્છનો ગાડોતુર બન્યો છે… તેમજ ભારે પવન ફુંકાવાના કારણે લોકોએ બહાર નિકળવાનું પણ ટાળી દીધું હોય તેમ અહીંના રોડ-રસ્તાઓ સૂમસામ જાેવા મળી રહ્યા છે. કચ્છમાં પવનની ગતિ પ્રતિ કલાકે ૧૧૫-૧૨૫ કિલોમીટરે ફુંકાવાની સંભાવના છે, ત્યારે આજે બપોર બાદ નવલખી અને કંડલા દરિયાકાંઠે ૨થી ૩ માળ ઊંચા મોજાં ઊછળી રહ્યા છે. દરમિયાન વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખી દ્ગડ્ઢઇહ્લની કચ્છમાં ૬ ટીમો જ્યારે SDRFની ૨ ટીમો તૈનાત કરાઈ છે.આજે સૌરાષ્ટ્રના-કચ્છમાં જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડવાની પણ આગાહી કરાઈ છે. બિપોરજાેય વાવાઝોડાના કારણે આવતીકાલ ૧૬મી જૂને ઉત્તર ગુજરાત માટે ભારે દિવસ રહેવાની આગાહી છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, કચ્છ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા સહિત મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ તથા સૌરાષ્ટ્રમાં જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની આગાહી છે.

Related posts

ગુજરાતમાં હવે કમલમ ફળની ખેતી કરનારા થઈ જશે માલામાલ

saveragujarat

અંબાજી ગામના નામ આગળ શ્રી ઉમેરવા PMOમાં ઓનલાઈન અરજી કરવામા આવી છે

saveragujarat

સીંગતેલ ડબ્બાના ભાવમાં 125 નો વધારો :ભાવ ૨૭૦૦

saveragujarat

Leave a Comment