Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ગુજરાતમાં આ રૂટ પર દોડશે દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન, રેલવે મંત્રીએ કરી જાહેરાત…

દેશમાં બુલેટ ટ્રેનનું સ્વપ્ન ખૂબ જ જલ્દી સાકાર થવા જઈ રહ્યું છે, હવે દેશની પ્રથમ બુલેટ ટ્રેન વર્ષ 2026 માં મળશે થશે અને તેના રૂટનું કામ પૂર્ણ થઈ ગયું છે, મહત્વનું છે કે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેન દેશમાં પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય અને ટ્રેન દોડતી થાય તે માટે માટે સતત પ્રયત્ન કરી રહી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં પ્રથમ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે, જો કે મહારાષ્ટ્રમાં હજુ કામ ખૂબ જ ઓછું થયું છે, જોકે દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડાવવામાં આવે તેવી અપેક્ષા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં પ્રથમ વખત અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં અનેક મુશ્કેલીઓ આવી છે. બુલેટ ટ્રેનની ડિઝાઈન જાપાનની બુલેટ ટ્રેનની ડિઝાઈનમાં સંશોધન કરી ભારતની આબોહવાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

મહત્વનું છે કે ગુજરાતમાં અત્યારે આ પ્રોજેક્ટ પર કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે તેમજ વડોદરાથી વાપી સુધી વિવિધ સ્થળોએ 50 થાંભલા તૈયાર કરવામાં આવી રહ્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ભૂમિ પૂજન સપ્ટેમ્બર 2017માં કરવામાં આવ્યું ત્યારબાદ આ પ્રોજેક્ટને 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક અપાયો હતો. પરંતુ જમીન સંપાદનની કામગીરીમાં વિલંબ અને કોરોના મહામારીને કારણે આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે, જેને પૂર્ણ થવામાં હવે પાંચ વર્ષથી વધુ સમય લાગી શકે છે. પ્રથમ તબક્કામાં બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડશે તેવી જાહેરાત રેલવે મંત્રીએ કરી હતી.

 

Related posts

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ

saveragujarat

કાશ્મીરના કુલગામ પોલીસે આતંકવાદીઓને મદદ કરનાર 3 શખ્સ ને ઝડપી પાડ્યા, ગ્રેનેડ-રાઇફલ સહીત IED મળી આવ્યા…

saveragujarat

મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપના નેતા કૃતિ સોમૈયાની અટકાયત ફાટી નીકળી છે

saveragujarat

Leave a Comment