Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

સુશાસન કે કુશાસન

કાલિદાસ રચિત અભિજ્ઞાનશાકુંતલમ માં એક પ્રસંગ આવે છે, એકવખત રાજા દુષ્યંત જંગલમાં જાય છે. અને ત્યાં ઋષિપુત્રી શકુંતલા ને જોતાં જ પ્રેમમાં પડે છે અને તેની સાથે ગાંધર્વ વિવાહ કરે છે. એજ રાત્રે રાજા શકુંતલા ને ગર્ભવતી બનાવી ને રાજમહેલમાં પરત ફરે છે. રાજા એ ભૂલી જાય છે કે આવી કોઇ ઘટના થઈ હતી અને મહિનાઓ પછી માતા ગૌતમી એ પુત્રને લઈને રાજા ને મળવા નીકળે છે, એ રાત્રે ત્રણ વાગે પોહચી ને રાજમહેલના પ્રતિહારી ને એટલે કે દરવાજા પર ઉભેલા ગાર્ડ ને પૂછે છે કે આ દુષ્યંતનો મહેલ છે ? શું હું એને મળી શકું ?. ત્યારે રાત્રે ત્રણ વાગે સૈનિક કહે છે કે, આ ઘંટ(બેલ) વગાડો એટલે રાજા તમને મળવા માટે બહાર આવશે. આવી અદભુત વ્યવસ્થા પ્રાચીનકાળમાં ભારતની અંદર હતી. લોકશાહી અંદર તમે તમારા રાજા ને ગમે ત્યારે મળી શકો એવી અને સવાલ પૂછી શકો એ ભારત ના લોકો ના મૂળભૂત સ્વભાવ નો એક ભાગ છે.

સવાલ તો પૂછવો એ તો સંસ્કૃતિ છે. મુંડક ઉપનિષદ માં નચિકેતા પોતાના પિતા દ્વારા કરવામાં આવતું કાર્ય યોગ્ય લાગતા અને સવાલ પૂછ્યો છે અને એ યમરાજને પણ સવાલ પૂછે છે. જ્યારે વર્તમાન માં તો દેશ ના પ્રધાનમંત્રી બન્યા બાદ એક પણ વખત પત્રકાર પરિષદ ને સંબોધિત કરતા નથી. લોકો ના સવાલ ની તો વાતજ ક્યાં રહી.

પશ્ચિમ ના લોકો એવું કહે છે કે, રિપબ્લિક શબ્દ સૌપ્રથમ એ લોકો દ્વારા આપવામાં આવ્યો. પરંતુ આપણા ઋગ્વેદ ની અંદર ૭૦ વખત અને અથર્વવેદ ની અંદર 20 વખત ગણતંત્ર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપણે કોઈ પાસેથી ગણતંત્ર શીખવાની જરૂર નથી. ગણતંત્ર અંતર્ગત સંવિધાન અંતર્ગત શાસન ચાલે અને લોકતંત્ર એટલે ટૂંકમાં લોકો વડે લોકો માટે લોકો દ્વારા શાસન ચાલે પરંતુ સત્તાના નશામાં ચૂર ભાન ભૂલેલી બીજેપી ની સરકાર કંઈક હશે તાનાશાહી શાસન કરતી હોય એવું પ્રતીત થાય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી થી દેશ અને રાજ્યોના લોકો ઝઝૂમી રહ્યા છે. દેશ ની અર્થવ્યવસ્થા પાયમાલી ના આરે આવીને ઊભી છે. જ્યારે બીજી બાજુ સરકારના ભેદભાવ વાળા વલણને કારણે સામાજિક ભેદભાવો પણ વધ્યા છે. આવી વિકટ પરિસ્થિતિ માં પણ સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ ની અંદર પાસા ના કુલ 5402 કેસ રજિસ્ટર કર્યા. અને તે અંતર્ગત હાઈકોર્ટે 3447 કેસો એટલે કે ૬૩ % કેસો સીધા જ રદ કરી દીધા. આ કેસોમાં સામાન્ય લોકો ઉપર પણ કરવામાં આવેલા કેસો હતા. જેમાં લોકો કોરોના ના સમયે પરિવારજનોની સારવાર માટે ઇન્જેક્શન ખરીદવા માટે કે, એવા કોઈ મહત્વના કામથી પણ નિયમોનો ભંગ કર્યો હોય એના ઉપર પાસા નો કાયદો લાગુ કર્યો હતો. આ કાયદો અસામાજિક તત્વો ઉપર જ લાગુ કરવામાં આવે છે. સત્તા ના મદ માં અંધ બનેલી બીજેપી સરકાર હવે લોકો પ્રત્યે અસંવેદનશીલ બનીને કાર્ય કરતી હોય એવું પ્રતીત થાય છે. ઈમરજન્સી ના સમયે ઇન્દિરા ગાંધી દ્વારા પણ આવા જ કંઈક નિર્ણયો લેવામાં આવતા હતા. એ નિર્ણયો ના વિરુદ્ધ માં સુપ્રસિદ્ધ કવિ દુષ્યંત કુમાર એ કીધેલું કે,
” तुम्हारे पाँव के नीचे कोई ज़मीन नहीं
कमाल ये है कि फिर भी तुम्हें यक़ीन नहीं,
तुझे क़सम है ख़ुदी को बहुत हलाक न कर
तु इस मशीन का पुर्ज़ा है तू मशीन नहीं ”

મતલબ કે સરકાર ચલાવનાર લોકો એ શાસન વ્યવસ્થા અંતર્ગત લોકતંત્ર નો ભાગ છે. એ દેશના કે રાજ્યના રાજા નથી એ દેશ ના ટ્રસ્ટી છે.નાગરિકો એ વિચારવું રહ્યું કે શું વર્તમાન સરકાર સુશાસન કરી રહી છે કે કુશાસન ?

Related posts

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના વાતાવરણમાં પલટો

saveragujarat

૧૦૦ યુવક-યુવતીને યોગગુરૂ રામદેવ બાબા બનાવશે સંન્યાસી

saveragujarat

નવુ સંસદ ભવન ૧૪૦ કરોડ ભારતીયોની આકાંક્ષાઓ-સપનાઓનું પ્રતિબિંબ ઃ પીએમ

saveragujarat

Leave a Comment