Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

PM નરેન્દ્ર મોદી સોમવારે દેશવાસીઓને આપશે આ મોટી ભેટ જાણો જનતા પર શું થશે તેની અસર…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર, 27 સપ્ટેમ્બરના રોજ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) લોન્ચ કરશે. તેનું નામ બદલીને પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન (PM-DHM) કરવામાં આવ્યું છે. આ માહિતી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ આપી.

આરોગ્ય મંત્રીએ ટ્વિટ કર્યું કે 27 ડિસેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ હેલ્થ મિશનના દેશવ્યાપી રોલઆઉટની જાહેરાત કરશે. જે અંતર્ગત લોકોને યુનિક ડિજિટલ હેલ્થ આઈડી આપવામાં આવશે. જેમાં વ્યક્તિના તમામ આરોગ્ય રેકોર્ડ હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ દેશમાં સ્વાસ્થ્ય સેવા વધુ સારી બને એ માટે 15 ઓગસ્ટ 2020 ના રોજ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન (NDHM) ની જાહેરાત કરી હતી. જે અંતર્ગત નેશનલ ડિજિટલ હેલ્થ મિશન ને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો.

ડિજિટલ હેલ્થ મિશનનો હેતુ લોકોને વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે. આ મિશન અંતર્ગત દરેક વ્યક્તિ પાસે એક હેલ્થ આઈડી હશે. હેલ્થ આઈડી બનાવવાનો વિકલ્પ પસંદ કરતી વખતે, લાભાર્થીનું નામ, જન્મ વર્ષ, લિંગ, મોબાઈલ નંબર અને સરનામાની માહિતી એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ હેલ્થ આઈડી બનાવવામાં આવે છે.

હેલ્થ હેઇડીની મદદથી કોઇપણ વ્યક્તિનો વ્યક્તિગત આરોગ્ય રેકોર્ડ રાખવામાં આવશે. આ રેકોર્ડ ને ડોક્ટર વ્યક્તિની સહમતિથી બતાવી શકશે. તેમાં વ્યક્તિના ડોક્ટરો, આરોગ્ય સુવિધાઓ અને લેબ જેવા વ્યક્તિના તમામ રેકોર્ડ હશે. જો કોઈ વ્યક્તિ ડોક્ટર પાસે જાય છે, તો ડોક્ટર તેના હેલ્થ આઈડીનો ઉપયોગ કરીને જાણી શકાશે કે તેણે ક્યારે ક્યારે ડોક્ટરને દેખાડ્યું છે, તથા તેણે ક્યારે કઈ દવાઓ લીધી છે અને તેને કઈ બીમારી અગાઉ થઈ ચૂકી છે, જેવી તમામ માહિતી મેળવી શકાશે.

Related posts

કોલસાની દલાલીમાં કોંગ્રેસે કાળા હાથ કર્યાનો ભાજપનો આક્ષેપ

saveragujarat

અમદાવાદ, સિવિલ હોસ્પિટલ દ્વારાOPDમાં આવતા દર્દી અને સ્વજનોને સ્ટાફ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવશે

saveragujarat

વલસાડની જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચૂંટણીના પરિણામની સિંહ ગર્જના કરી દીધી છે. – નરેન્દ્રભાઇ મોદી

saveragujarat

Leave a Comment