Savera Gujarat
Otherતાજા સમાચારભારતરાજકીય

વલસાડની જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચૂંટણીના પરિણામની સિંહ ગર્જના કરી દીધી છે. – નરેન્દ્રભાઇ મોદી

સવેરા ગુજરાત, વલસાડ,તા.૧૮

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આઝાદીના અમૃતકાળમાં દેશને પ્રાકૃતિક ખેતી, આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા, એક ભારત શ્રેષ્ઠ ભારત તેમજ ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશા આપનાર ગુજરાતના લોકલાડિલા પનોતા પુત્ર અને ગુજરાતને વિકાસનું મોડલ બનાવનાર તેમજ દેશના પ્રધાનસેવક અને વૈશ્વિક નેતાશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ આજથી ત્રણ દિવસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતા જનાર્દનને સંબોધવા આવ્યા છે જેમાં આજે વલસાડ ના ગ્રીનવુડ, ઝુંઝવા ગામ ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ હતી. જાહેરસભા પહેલા ડાભેલ ચેકપોસ્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વલસાડની જનતા તેમજ સાધુ-સંતો અને વિવિધ સમાજના આગેવાનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબને રૂડો આવકાર આપ્યો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનો વાપીમાં ભવ્ય રોડ શો યોજાયો જેમાં ઉપસ્થિત જનતાએ મોદી….મોદી ..અને ભારત માતા કી જયના નારા સાથે સ્વાગત કર્યુ તો વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જનતાને વંદન કરી જનતા જનાર્દનનું અભિવાદન ઝીલ્યું.

આ જાહેરસભામાં પેજ સમિતિના પ્રણેતા, મજબૂત સંગઠન શક્તિથી કાર્યકરોમાં ઉર્જાનો સંચાર કરનાર યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી ઉપસ્થિત રહ્યા હતા.દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી સાહેબે જનતાને કેમ છો પુછી સંબોધન કરતા જણાવ્યું કે, હું દમણ થી નિકળ્યો અને વલસાડ પહોંચ્યો ત્યારે સમગ્ર રસ્તા પર જે રીતે જનતા આશિર્વાદ આપી રહી હતી અને આજે આ વલસાડમાં વિશાળ ચૂંટણી સભા યોજાઇ છે તેનાથી આશ્ચય થતુ હશે. વલસાડની આ જાહેર સભા કોઇ જોવે એટલે ખબર પડી જ જાય કે ચૂંટણીના પરિણામો શું આવવાના છે. વલસાડની જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ચૂંટણીના પરિણામની સિંહ ગર્જના કરી દીધી છે. આ જાહેરસભામાં મોટી સંખ્યામાં માતા-બહેનો આશિર્વાદ આપવા આવ્યા છે તે અમારુ સૌભાગ્ય છે. જાહેરસભામાં ચારેય તરફ જનસેલાબ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીતની જાહેરાત છે અને ગુજરાતની સિંહ ગર્જના છે કે ફરી એક વાર મોદી સરકાર… આ વાતાવરણ જોઇને હું કહું છું કે નરેન્દ્રના રેકોર્ડને તોડીને ભુપેન્દ્રના નવા રેકોર્ડ બનાવવાનું જનતાએ નક્કી કરી દીધું છે. આ માત્ર ચૂંટણી સભા નથી પરંતુ જનતાની વિજયનો શંખનાદ છે

Related posts

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ ભાજપ કોંગ્રેસ ને લઈ કરી આ મોટી આ જાહેરાત…

saveragujarat

એમડી ડ્રગ્સ પર અમદાવાદ પોલીસની સર્જીકલ સ્ટ્રાઇક

saveragujarat

ફરી ભારત લાવવામાં આવશે આફ્રિકાથી વધારે ૧૪ ચિત્તા

saveragujarat

Leave a Comment