Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

પ્રદીપ પરમાર ને મંત્રીમંડળમાં સ્થાન મળતા ના બીજા જ દિવસે બનાસકાંઠાની મુલાકાતે…

ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ નિમિતે લાંબા દીર્ઘાયુ માટે જુનાડીસા ના દલિત સમાજે કરી પ્રાર્થના.

કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર દલિત સમાજની લોકલાગણીને માન આપી જુના ડીસા ખાતે શુભેચ્છામુલાકાતે.

પ્રધાનમંત્રી ના જન્મદિવસ ૭૧ નિમિત્તે સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સુધી કઈ રીતે પહોંચશે તેના જ ભાગરૂપે પાલનપુર ખાતે કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર આવ્યા હતા.

જ્યારે જુનાડીસા ના દલિત સમાજની લોકો ની લાગણીને માન રાખી જુના ડીસા ખાતે પધાર્યા હતા જ્યારે જુનાડીસા દલિત સમાજ દ્વારા ઢોલ વગાડી ફટાકડા ફોડી કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર નું જુનાડીસા દલિત સમાજ તેમજ જુનાડીસા નગરવાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

જ્યારે આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી ની વિવિધ યોજનાઓનો દલિત સમાજને કઈ રીતે લાભ મળી શકે છે તેના ઉપર પ્રદીપ પરમાર એ પ્રવચન આપ્યું હતું જ્યારે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા એ બાબા સાહેબ આંબેડકર અમર રહો નો નારો લગાવ્યો હતો.

જ્યારે આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર ભાજપના હોદ્દેદારો દલિત સમાજ આગેવાન પંચ પટેલ બબાભાઈ પુનડીયા,ભગા ભાઇ જગા ભાઇ પુનડીયા મણિલાલ પુનડીયા મફાભાઇ છત્રાલીયા,લાલા ભાઇ પુનડીયા રમેશ ભાઇ છત્રાલીયા અમૃતભાઈ પુનડીયા જુનાડીસા સરપંચ બબાભાઈ ભાઈ દેસાઈ હશમુખ ભાઇ મોદી સહીત ના જુનાડીસા ના દલિત સમાજના તેમજ જુના ડીસા ના અઢારે આલમના લોકો એ પ્રદીપ પરમાર નું ફુલ હાર ચાદર પૂછપગુછ વિવિધ ભેટો આપી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

જ્યારે ભારત દેશ ના યશસ્વી, માનનીય વડા પ્રધાન અને ગુજરાત ના પનોતા પુત્રશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ૭૧ માં જન્મદિન નિમિત્તે તેમના તંદુરસ્ત સ્વાસ્થ,લાંબા દીર્ઘાયુ માટે આજરોજ જુનાડીસા ગામ ના લોકોએ શુભેચ્છાઓ આપી હતી.

 

 

 

 

 

 

બાઇટ પ્રદીપ પરમાર કેબિનેટ મંત્રી

અહેવાલ :  રાજુ સી પુનડીયા, સવેરા ગુજરાત ડીસા બનાસકાંઠા

Related posts

કેનેડાના વિઝા માટે લોકલ કાયદા જાણવા જરૂરી બનશે

saveragujarat

જ્ઞાનેન્દ્ર વિશ્વકર્માની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે નિમણૂક

saveragujarat

ડોકટરને સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂ.૨૩.૫૦ લાખ ખંખેર્યા

saveragujarat

Leave a Comment