Savera Gujarat
Otherતાજા સમાચાર

Vodafone Ideaએ ફરી આપ્યો ગ્રાહકોને ઝટકો, આ Plansની સાથે હવે નહીં મળે વધારે ઇન્ટરનેટ, જાણો કેમ

Vodafone Idea થોડા સમય પહેલા જ સૌથી નાનો પ્લાન બંધ કર્યો હતો. હવે Viએ બે સર્કલના યુઝર્સને મોટો ઝટકો આપ્યો છે. કંપની હવે આ સર્કલ (તેલંગાણા અને આંધ્ર પ્રદેશ)ના યુઝર્સને ડબલ ડેટા પેક ઓફર કરી રહી નથી.

ટેલિકોમ ટોકના રિપોર્ટ અનુસાર, કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ વેબસાઈટ પર ફેરફાર દેખાઈ રહ્યા છે. અગાઉ કંપની ત્રણ પ્લાન સાથે ડબલ ડેટા આપતી હતી. પરંતુ હવે કંપની દ્વારા ડબલ ડેટા આપવામાં આવતો નથી.

Vodafone Ideaએ બંધ કરી આ Offer

Vodafone Idea કંપની 299, 449 અને 699 રૂપિયાના પ્લાનમાં દરરોજ 4 જીબી ડેટા આપતી હતી. પરંતુ હવે આ ડબલ ડેટાને બંધ કરીને કંપની આ પ્લાન સાથે દરરોજ માત્ર 2 જીબી ડેટા આપી રહી છે. આ ફેરફારો લાગુ થયા છે, જે તમે વેબસાઇટ પર જોઈ શકો છો.

ત્રણ પ્લાનની સાથે મળે છે આ લાભ

આ સિવાય, વીઆઇએ અન્ય કોઇ ફેરફાર કર્યા નથી. પ્લાનમાં તે બધુ મળશે, જે પહેલા મળી રહ્યું હતું. આ પ્લાનની સાથે યુઝરને દરરોજ 100 SMS અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશએ. ત્રણેય પ્લાનની સાથે ઓવર ધ ટોપ લાભ પણ આપવામાં આવી રહ્યા છે. આ પ્લાનની સાથે યુઝર્સને ZEE5 પ્રીમિયમ અને વીઆઇ મૂવીઝ અને ટીવીનું ફ્રી સબ્સ્ક્રિપ્શન આપવામાં આવે છે.

આ સિવાય યુઝરને ‘વીકેન્ડ ડેટા રોલઓવર’ અને ‘બિન્જે ઓલ નાઇટ’ બેનિફિટ મળતા રહેશે. કંપનીએ માત્ર ડબલ ડેટા ઓફર દૂર હટાવી છે. આ ફેરફાર તેલંગણા અને આંધ્રપ્રદેશના યુઝર્સ માટે લાગુ કરવામાં આવ્યા છે.

Related posts

અરવલ્લીઃઅમદાવાદ શહેરમાંથી ત્રણ રિક્ષાની ચોરી કરનાર ધનસુરાના બે ચોર મુદ્દામાલ સહિત ગીરફ્તાર.

saveragujarat

સોમાલિયાના મોગાદિશુની હોટલમાં આતંકવાદી હુમલામાં ૧૦નાં મોત

saveragujarat

“બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ અંતર્ગત ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ’’ની ઉજવણીકરાઇ

saveragujarat

Leave a Comment