Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી સેકટર-૧, ગાંધીનગરના મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરૂ કરવાનું કામ પુરજોશમાં

સવેરા ગુજરાત, અમદાવાદ ,તા 13

અમદાવાદ,   નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદથી સેકટર-૧, ગાંધીનગરના મેટ્રો ટ્રેનના ટ્રાયલ શરૂ કરવાના આયોજનના ભાગરૂપે મેટ્રોની કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહેલ છે, જે અન્વયે ઉપરનો નજારો રેકોર્ડ સમયમાં બનેલ નર્મદા મુખ્ય કેનાલ પરનો એકસટ્રા ડોઝડ કેબલ સ્ટેડ બ્રિજ છે, જેની કામગીરી આખરી તબક્કાએ પહોંચેલ છે.આ પુલમાં ૧૪૫ મીટર લંબાઇનું સેન્ટ્રલ સ્પાન તથા ૭૯ મીટર લંબાઇના બે અંતિમ સ્પાનમાં કુલ ૧૦પ સેગમેન્ટ પૈકી ૧૦૦ સેગમેન્ટ લોન્ચ થયેલ છે તથા ૨૮.૧ મીટર ઉંચાઇના બે પાયલોનની કામગીરી પુર્ણ થયેલ છે. પુલની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે જે બાદ તેના ઉપર ટ્રેક, થર્ડ રેલ વિગેરેની કામગીરી ચાલુ કરીને માર્ચ/એપ્રિલ માસમાં ટ્રાયલ શરૂ કરવાનું આયોજન, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) એ કરેલ છે

Related posts

રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં વિશ્વકર્મા સમાજનું સ્નેહમિલન યોજાયું

saveragujarat

જામનગર શહેરના સૂર્યમુખી હનુમાન મંદિરમાં તોડફોડ સાથે ચોરી

saveragujarat

આયુષ્માન ભારત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં ૭૦૦૬ના લક્ષ્યાંક સામે ૭૫૨૩ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો શરૂ કરાયા

saveragujarat

Leave a Comment