Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

VGGTS2024: આરએએફ દ્વારા આયોજિત પ્રદર્શન બન્યું આકર્ષણનું કેન્દ્ર

સવેરા ગુજરાત,ગાંધીનગર,તા.13

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ અંતર્ગત ગાંધીનગર ખાતે “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો” યોજાયો હતો. આ ટ્રેડ શોમાં વિશ્વના ૨૦ દેશોના અંદાજે ૧ હજારથી વધુ પ્રદર્શકો સહભાગી થયા હતા.સેન્ટ્રલ રિઝર્વ પુલિસ ફોર્સની અમદાવાદ ૧૦૦ બીએન રેપિડ એક્શન ફોર્સ દ્વારા ટ્રેડ શોની બહાર ખુલ્લી જગ્યામાં તેમના દ્વારા ભીડને કાબૂમાં લેવા વાપરવામાં આવતાં વિવિધ પ્રકારના હથિયારના ઉપયોગ મુલાકાતીઓને માહિતગાર કરવા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.લેથલ વેપન્સ, હેન્ડ ગ્રેનેડ, ગેસ ગન, ટિયરસ્મોક, શોક બેટન, એન્ટી રાયટ ગનના સહિતના હથિયારો વિશે મોટી સંખ્યામાં મુલાકાતીઓએ રસપૂર્વક માહિતી મેળવી હતી.

Related posts

ઊંઝામાં નકલી જીરાની ફેક્ટરીને સીલ કરી દેવાઈ

saveragujarat

રાષ્ટ્રધ્વજના વેચાણ પર GST લાગુ નહી પડે

saveragujarat

बाबा रामदेव, आचार्य लोकेश सहित अनेक संतों एवं केन्द्रीय मंत्री शेखावत, चौधरी ने सद्गुरु त्रिकमदासजी पीठ द्वारा आयोजित भारत माता प्रतिमा के शिलान्यास समारोह

saveragujarat

Leave a Comment