Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

૨૪ કલાકમાં રાજ્યના ૨૦૦ તાલુકામાં વરસાદ

સવેરા ગુજરાત,કચ્છ, તા.૧૭
ગુજરાત સાથે ટકરાયેલા અતિ તીવ્ર બિપોરજાેય વાવાઝોડાએ તબાહી મચાવી છે, ત્યારે તેની અસરને પગલે રાજ્યભરમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. કચ્છ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના ભાગો અને રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ જાેવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૦૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છના અંજારમાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. આગળ જુઓ, રાજ્યના કયા ભાગોમાં પડ્યો કેટલો વરસાદ? ૨૪ કલાકમાં રાજ્યના ૨૦૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છના અંજારમાં સૌથી વધુ ૯ ઈંચ વરસાદ પડ્યો છે. માંડવી અને ભચાઉમાં સાડા આઠ ઈંચ વરસાદ પડ્યો છે. ભુજ અને મુંદ્રામાં ૮ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાપર અને નખત્રાણામાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે. જામનગરમાં સાડા ૬ ઈંચ વરસાદ પડ્યો ખાબક્યો છે. આ ઉપરાંત રાજ્યના ૯૩ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ થયો છે. ૫૫ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના ૩૩ તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ૧૪ તાલુકામાં ૪ ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના ૧૦ તાલુકામાં ૫ ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. બનાસકાંઠામાં પાછલા કલાકોમાં તોફાની વરસાદ થતાં ઠેરઠેર પાણી ભરાયા છે. ૧૭મી જૂનના સવારના ૬ વાગ્યા સુધીમાં બનાસકાંઠામાં તોફાની વરસાદ વરસ્યો છે. જેમાં વડગામ, ધાનેરા, દિયોદર, ભાભર, સુઈગામ, ડીસા, પાલનપુરમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે શુક્રવારે પાંચ દિવસની આગાહી કરીને રાજ્યમાં તોફાની વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે આજે પાટણ, મહેસાણા અને કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સિવાય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

નવા મંત્રીમંડળમાં પાણી પુરવઠાનાં મંત્રી કુંવરજી બાવળિયાને સ્થાન ન અપાતા, કોળી સમાજે નોંધાવ્યો વિરોધ તથા સમગ્ર વીંછીંયા બંધ રાખવાનું એલાન કર્યું જાહેર…

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટે ગતિ પકડી

saveragujarat

ક્રિસમસ પર ઠંડીએ રેકોર્ડ તોડ્યો, હજુ બે દિવસ ઠંડીમાં વધારો થશે

saveragujarat

Leave a Comment