Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાહુલ ગાંધીની સજા પર સ્ટેની સુનાવણી ૧૩ એપ્રિલે

સવેરા ગુજરાત,સુરત, તા.૩
સુરત મોઢ વણિક સમાજની માનહાનિના કેસમાં સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરેશ વર્માની કોર્ટ ગઈ તા.૨૩ મી માર્ચના રોજ આરોપી રાહુલ ગાંધીને દોષી ઠેરવી બે વર્ષની કેદ ની સજા ફટકારી હતી. જે હુકમની કાયદેસરતાને પડકારતી અપીલ દાખલ કરી છે. જેમાં કોર્ટ દ્વારા સજા પર સ્ટે રાખવાની સુનાવણી ૧૩ એપ્રીલના રોજ કરવામાં આવી છે. વકીલના કહેવા મુજબ અગામી સુનાવણી એટલે કે ૧૩ એપ્રીલના રોજ રાહુલ ગાંધીએ ફરી કોર્ટમાં હાજરી આપવી જરૂરી નથી.રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ,રાજસ્થાન અશોક ગહેલોત તથા હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સુક્કુ આજે સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. તદુપરાંત પ્રિયંકા ગાંધી સહિત રાહુલ ગાંધી પોતાની લીગલ ટીમને લઈને આજે બપોરે ૩ કલાકે સુરત કોર્ટમાં માનહાનિના કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમ સામે આપેલ દાખલ કરી હતી.રાહુલ ગાંધીને ૧૩ની એપ્રિલ સુધીના જામીન મળ્યાં છે. હવે ૧૩ એપ્રિલે નીચલી કોર્ટના ચુકાદા સામેની અપીલ પર સુનાવણી હાથ ધરાશે.રાહુલ ગાંધીના વકીલે તેમની સજાને સ્થગિત કરવાની માંગ કરી હતી પરંતુ કોર્ટે કહ્યું કે બીજા પક્ષને સાંભળ્યા વિના ચુકાદો ન આપી શકાય. આ માટે કોર્ટે ૧૩ એપ્રિલે થનારી સુનાવણી પહેલાં ફરિયાદી પક્ષને ૧૦ દિવસનો સમય આપ્યો છે અને આગામી સુનવણી ૧૩ એપ્રિલે કરવાનો ર્નિણય કર્યો છે.સુરત ખાતે રાહુલ ગાંધીના સમર્થનો જમાવડો થયો હતો. જેની સામે પોલીસે સુરક્ષાના પગલે ધણા બધા સમર્થકોને ડિટેઇન કરાયા છે. જે સમર્થકોમાં મહિલા કાર્યકર્તાઓને પણ હતી. તેમને પણ ડિટેઇન કરાઈ છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવેલા કોંગ્રેસ સેવા દળના કાર્યકર્તાઓને પણ ડિટેઇન કરાયા છે. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર, ૫૦૦થી વધુ કાર્યકર્તાઓને ડિટેઇન કરાયા છે.

Related posts

ઇડર રાણી તળાવ પાસે સમર્થ સેવા સંસ્થાન ના પ્રમુખ દ્વારા મેડીકલ કેમ્પ નું આયોજન કરાયું.

saveragujarat

ઠક્કરનગર, બાપુનગર અને નિકોલ બેઠક પર પાટીદારોની નારાજગી ભાજપને નડશે ?

saveragujarat

KUTCH : હરામીનાળા પાસેથી BSF દ્વારા પકડવામા આવી છે 9 પાકિસ્તાની બોટ, હજુ સર્ચ ઓપરેશન યથાવત.

saveragujarat

Leave a Comment