Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સુરત શહેર ગુનાખોરીમાં નંબર વન,મહેસાણા પ્રથમ હરોળમાં રહ્યું

સવેરા ગુજરાત,સુરત,તા.૧૦
ગત જુલાઈ ૨૦૨૨ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સૌપ્રથમ વખત ગુજરાતમાં ઈ એફઆઈઆરનો કોન્સેપ્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ એક પણ રાજ્યમાં આ પ્રકારનો કોન્સેપ્ટ જાેવાયો નથી. ગુજરાતમાં સૌપ્રથમ વખત આ પ્રકારનો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાહન ચોરી – મોબાઈલ ચોરી મામલે ઈ એફઆઇઆર ગણતરીની મિનિટોમાં દાખલ થઈ જાય અને લોકોને ત્વરિત રીતે ન્યાય મળે તે આ ઈ એફ આઈ આરનો હેતુ છે.ઇ-એફઆઇઆરને લઈને સમગ્ર રાજ્યમાં અંદાજે ૨૦,૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને કામે લગાડાયા છે. એટલું જ નહીં એક વિશેષ સોફ્ટવેર બનાવ્યું છે જે આ મુદ્દે કામ કરશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં અંદાજે ૧૭૬૩ જેટલી – એફઆઈઆર સમગ્ર ગુજરાતમાં નોંધાઇ છે. જાેકે આ તમામમાં સુરત શહેરે મેદાન માર્યું છે. સૌથી વધુ ગુનાખોરી ધરાવતું – સૌથી વધુ ઇ એફઆઇઆર નોંધાઈ હોય તેવું શહેર સુરત બન્યું છે.ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ અનુક્રમે અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા ,ખેડા અને આણંદ જિલ્લાનો સમાવેશ થાય છે. સ્વાભાવિક રીતે જ પાંચ મેટ્રોપોલિટન સિટીમાં વધુ વસ્તીને લઇને ગુનાખોરીનું પ્રમાણ કદાચ વધારે હોય તે સમજી શકાય -પરંતુ, આશ્ચર્યજનક રીતે મહેસાણા પણ ગુનાખોરીમાં પ્રથમ હરોળમાં આવ્યું છે. સૌથી વધુ ગુનાઓ વાહન ચોરી મામલે નોંધાયા છે. એટલે કે સૌથી વધુ ઈ એફઆઇઆર વાહન ચોરી મામલે નોંધાઇ છે. જેમાં અગાઉ કહ્યું તેમ સુરત, અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા અને ખેડામાં રાજ્યની સૌથી વધુ ઇ એફઆઇઆર નોંધાઇ છે.ગુજરાતીએ સમગ્ર રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના વડા નરસિમ્હા કોમર સાથે એક્સક્લૂઝિવ વાત કરી તો તેઓએ આ રેન્કને સમર્થન આપ્યું હતું. એટલું જ નહીં તેઓએ નિખાલસપણે એ પણ કબૂલાત કરી હતી કે, કેટલાક પોલીસ કર્મચારીઓ જાણી જાેઈને સમય મર્યાદામાં નિવેદન નહીં લઈને ઇ – એફઆઇઆર કેન્સલ થઈ જાય તેવા પ્રયત્નો કરતા જાેવાયા છે.
ઇ એફઆઇઆરના નિયમ અનુસાર જાે સમય મર્યાદાની અંદર નિવેદન ન નોંધાય તો તે ઈ એફ આઈ આર આપો આપ કેન્સલ થઈ જાય છે.કેટલાક પોલીસ કર્મચારીઓ સમયસર નિવેદન નહીં ને ઈ એફવાયઆર આપોઆપ કેન્સલ થઈ જાય તેવા પણ પ્રયત્નો કરતા જાેવાયા છે. જેને લઈને રાજ્યભરમાં તમામ તમામ જિલ્લાઓમાં આ મુદ્દે આવા કર્મચારીઓ સામે કડક વલણ અપનાવવાની સૂચના આપવામાં આવી છે. પ્રાથમિક તબક્કે જે કર્મચારી આ પ્રકારની ભૂલ કરતા અથવા તો અવિવેક કરતા નજરે પડશે તેઓને ટ્રેનિંગ અપાશે. પરંતુ આ ટ્રેનિંગ બાદ પણ જુઓ તેઓ આ જ ભૂલનું પુનરાવર્તન કરતા રહ્યા તો તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે આ શિક્ષાત્મક પગલાંમાં નોકરીમાંથી બરતરફ કરવા સુધીની શિક્ષાનો પણ સમાવેશ થાય છે.

Related posts

અસરગ્રસ્ત ગામોની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના પશુઓના વિનામૂલ્યે રસીકરણ માટે યુદ્ધના ધોરણે કેમ્પેઇન મોડમાં કાર્યવાહી હાથ ધરવા મુખ્યમંત્રીની તાકિદ

saveragujarat

ઉનાળુ મગફળીના વાવેતરમાં આ વર્ષે પણ ભાવનગર નંબર વન

saveragujarat

સુરતમાં સી.આર.પાટીલે ચૂંટણી યુદ્ધનો શંખનાથ ફૂંકી તૈયારીઓ શરૂ કરવા આહ્વાન કર્યુ

saveragujarat

Leave a Comment