Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મેડિકલ સ્ટોર્સને ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવા પર મનાઈ ફરમાવાઇ

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૦
બેવડી ઋતુ, ઠંડી અને ભેજવાળાં વાતાવરણને લઈને શહેરમાં શરદી, ખાંસી અને તાવના કેસમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. દર્દીઓની સંખ્યામાં વધારો થતાં મેડિકલ સ્ટોર્સમાં પણ દવાઓની માગ વધી છે ત્યારે કોરોનાના નવા વેરિઅન્ટને પગલે ઉધરસ, શરદી, શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુઃખાવો, ડાયેરિયા, તાવ સહિતની બીમારીની દવા લેતા દર્દીઓની મેડિકલ સ્ટોરના માલિકે ફરજિયાત નોંધણી કરવાની રહેશે.મેડિકલ સ્ટોર્સના સંચાલકે ACSYC એપ્લિકેશનમાં ફરજિયાત તેની એન્ટ્રી કરવાની રહેશે. તેનું પાલન નહીં કરનારા મેડિકલ સ્ટોર્સના માલિક સામે નિયમોનુસાર કાર્યવાહી કરવાનો તંત્રએ આદેશ કર્યો છે. જિલ્લાના મેડિકલ સ્ટોર્સમાંથી દવા લઇને સારવાર લેતા લોકોની માહિતી આપવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ તકેદારી લેવામાં આવી છે. જેમાં મેડિકલ સ્ટોર્સના સંચાલકો માટે સ્પેશિયલ ACSYC એપ્લિકેશન બનાવાઇ છે.આ એપ્લિકેશનમાં મેડિકલ સ્ટોર્સવાળાએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. દર્દીઓ શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ડાયેરિયા જેવી બીમારીની દવા મેડિકલ સ્ટોર્સમાંથી લઇ જતા હોય છે ત્યારે જાે આવા દર્દીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવે તો સંક્રમણને ફેલાતું અટકાવી શકાય. મેડિકલ સ્ટોર્સમાંથી તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુઃખાવો, ડાયેરિયા, શ્વાસ લેવામાં તકલીફ જેવી બીમારીની દવા લેનાર દર્દીનું નામ, સરનામું, ઉંમર, મોબાઇલ નંબર મેડિકલ સ્ટોર્સના સંચાલકે એસીએસવાયએસ એપ્લિકેશનમાં ફરજિયાત માહિતી ભરવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, જેના લીધે લોકોના બીમાર પડવાના કેસ પણ વધી રહ્યા છે. વાઈરલ ઇન્ફેક્શનના કેસમાં પણ ધરખમ વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોમાં આવા કેસમાં વધુ ઊછાળો જાેવા મળી રહ્યો છે. શરદી, ઉધરસ, તાવ અને ઊલટીના કેસ પણ વધી રહ્યા છે. આવા સંજાેગોમાં કેટલાક દર્દીઓ સેલ્ફ મેડિકેશનથી મેડિકલ સ્ટોર્સમાં જાતે જ કેટલીક દવાઓ લઇ લેતા હોય છે આવા સંજાેગોમાં પણ ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર સામાન્ય સિવાયની કેટલીક દવાઓ મેડિકલ સ્ટોર્સના સંચાલકોને દર્દીને ન આપવાની સૂચના આપવામાં આવી છે.સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળને પગલે ખાસ ફિવર ઓપીડી ચલાવવામાં આવી રહી છે. કોરોનાના નવા વેરિઅન્ટને પગલે ફિવર ઓપીડીમાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ફિવર ઓપીડીમાં હાલમાં તાવના જેટલા પણ કેસ નોંધાઇ રહ્યા છે. તેવા મેડિકલ સ્ટોર્સમાંથી દવા લઇ જતા દર્દીઓની સંપૂર્ણ વિગતો સાથેની નોંધણી એસીએસવાયએસ એપ્લિકેશનમાં ફરજિયાત કરવામાં આવી છે.

Related posts

અકસ્માત બાદ પ્રથમ વખત જાેવા મળ્યો રિશભ પંત

saveragujarat

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના, પ્રિમોન્સૂન તૈયારી અંગે ગાંધીનગરમાં યોજાઈ બેઠક

saveragujarat

મુખ્યમંત્રી ભુપેંદ્ર પટેલે 249 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી,રાજ્યની 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકાને પાણી પુરવઠા યોજના મંજુર કરાઈ.

saveragujarat

Leave a Comment