Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઘરફોડના આરોપીઓને પકડવા યુપી ગયેલી ઊંઝા પોલીસ પર ફાયરિંગ

સવેરા ગુજરાત,મહેસાણા, તા.૪
ઊંઝામાં દિવાળીના સમયે સોનાના દાગીનાની ચોરી કરી વતન ભાગી ગયેલા આરોપીઓને પકડવા માટે યુપીના ફિરોજાબાદ ગયેલી પોલીસની ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જાે કે, પોલીસકર્મીઓએ સાગરિત તેમજ મહિલા સહિત બેની ધરપકડ કરી હતી જ્યારે મુખ્ય આરોપી સ્થળેથી નાસી ગયો હતો. પોલીસે તેમની પાસેથી રોકડમ રકમ તેમજ ૨૫ લાખના ઘરેણાં સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક અખબાર નવગુજરાત સમયના રિપોર્ટ પ્રમાણે, દિવાળીના સમયે શહેરના જગ્દીશ નગર સોસાયટીમાં રહેતા હરિઓમ ગુપ્તાના ઘરે ચોરી થઈ હતી. તેમણે આ અંગે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતાં ચોરી કોઈ અન્યએ નહીં પરંતુ તેમના જ મકાનમાં ભાડુ રહેતા વિનય ઉર્ફે બિનુ યાદવ અને તેની પત્ની પૂજા યાદવે કરી હોવાનો ખુલાસો થયો હતો. આ સિવાય તેઓ હવે ફિરોઝાજાદમાં રહેતા હોવાની પણ માહિતી મળી હતી. ઊંઝા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ. ઘેટિયા તેમની ટીમે આરોપીઓને પકડવા માટે ફિરોઝાજાદ દક્ષિણ પોલીસની મદદ લીધી હતી. તમામ પોલીસકર્મીઓ બિનુ અને પૂજા જ્યાં રહેતા હતા તે વિસ્તારમાં રાતે નવ વાગ્યાની આસપાસ ગયા હતા. પોલીસે બિનુના ઘરનો દરવાજાે ખખડાવ્યો હતો અને તેમને જાેતાં જ તેણે ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. તેને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું છતાં તે માન્યો નહોતો અને પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તકનો લાભ ઉઠાવી તે ત્યાંથી નાસી ગયો હતો. જાે કે, તે સમયે ઘરમાં હાજર પત્ની પૂજા અને સાગરિત શિવકાંત ઉર્ફે ભોપાલીને પકડી લીધા હતા. શોધખોળ કરતાં ઘરમાંથી રોકડ રકમ, સોનાના દાગીના, ત્રણ હથિયાર તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી એક ગાડી સહિતની વસ્તુઓ મળી આવી હતી. પોલીસે ફરાર આરોપી સામે યુપીમાં આઈપીસીની કલમ ૩૦૭ હેઠળ ગુનો નોંધ્યો હતો. જ્યારે બે આરોપીઓને પકડીને ઊંઝા લાવવામાં આવ્યા હતા.

Related posts

દેશમાં ઘી-માખણ જેવી પ્રોડક્ટની અછતની કેન્દ્ર સરકારને આશંકા

saveragujarat

રાજ્યભરમાં આજથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત, જાણો વિગત

saveragujarat

राजस्थान जैन वेलफेयर सोसायटी का मेघा इंस्टालेशन कार्यक्रम का आयोजन भव्य रूप से लगभग 1 हजार समाज के बंधुओ के बीच सम्पन हुआ

saveragujarat

Leave a Comment