Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દીકરીની સલામ દેશને નામ થીમ પર પ્રજાસત્તાક દિનની ઉજવણી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૫
આવતીકાલે રાજ્યમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી થનાર છે તેના ભાગરૂપે મંત્રીઓ આજે તેમને સોંપવામાં આવેલા જિલ્લામાં જવા રવાના થયા છે. ગત વર્ષ ૨૦૨૨નો ૭૩મો પ્રજાસત્તાક દિન દેવભૂમિ દ્વારકાના સોમનાથ મુકામે યોજવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાની મહામારીને લીધે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમો આપણે કરી શક્યા ના હતા. પરંતુ આ વર્ષે પ્રજાસ્ત્તાક દિનનો ઉત્સવ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોલીસ પરેડ વગેરે કાર્યક્રમોથી શોભી ઉઠશે. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે.ગુજરાતમાં શાળાઓમાં ઘણા વર્ષોથી પ્રજાસત્તાક દિન ૨૦૨૩ નો રાષ્ટ્રીય તહેવાર ‘દીકરીની સલામ દેશને નામ’ થીમ ઉપર વિશેષ રીતે ઉજવાઈ રહ્યો છે. તે અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલી દિકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવે છે. તેમજ વર્ષ દરમ્યાન જન્મેલી દિકરીઓને તેમનાં માતપિતા સહ આમંત્રિત કરી પ્રમાણપત્ર અને ભેટ દ્વારા સન્માનીત કરી, સમાજમાં દિકરીઓના જન્મને ગૌરવપૂર્ણ સ્થાન આપવામાં આવે છે. આમ, પ્રજાસત્તાક દિન ૨૦૨૩ની ઉજવણી પરંપરા ગતથી પણ વિશેષ કાર્યક્રમોને વણી લઈ ગુજરાત અનોખી રીતે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં મોખરાનું સ્થાન ધરાવે છે.બોટાદ જિલ્લામાં રાજય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. બોટાદમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં સીએમ અને રાજ્યપાલ પણ ભાગ લેવાના છે. ૨૬ જાન્યુઆરીના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ બંને બોટાદ જિલ્લામાં યોજાનારી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને મુખ્ય ધ્વજવંદન સમારોહની અધ્યક્ષતા કરશે.

Related posts

બિપરજાેય વાવાઝોડા નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે – આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ

saveragujarat

ફરી એકવાર પાટીદાર પાવરની જલક જોવા મળે તેવી શક્યતા-6 માર્ચ સુધીમાં કેસ પાછા ખેંચો નહી તો સરકાર ઉથલી જશે

saveragujarat

પ્રદેશ અધ્યક્ષ તરીકે ઇસુદાન ગઢવીએ ચાર્જ સંભાળ્યો

saveragujarat

Leave a Comment