Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સાડા ત્રણ લાખની કિંમતના ચરસ સાથે બે ડ્રગ્સ પેડલર ઝડપાયા

સવેરા ગુજરાત,વડોદરા, તા.૭
વડોદરામાં નશીલા દ્રવ્યો પકડવાના એક પછી એક બનાવ બની રહ્યા છે. અલકાપુરી વિસ્તારમાં ગઈ સાંજે રૂપ સાડા ત્રણ લાખની કિંમતના ચરસના જથ્થા સાથે પોલીસે બે ડ્રગ્સ પેડલરને દબોચી લીધા હોવાનો બનાવ બન્યો છે. પોલીસે ડ્રગનું નેટવર્ક ભેદવા માટે બંનેની પૂછપરછ કરતા વડોદરામાં ડ્રગ્સ સપ્લાય કરવાનું પગેરું બિહાર સુધી પહોંચ્યું છે.વડોદરામાં નશીલા દ્રવ્યોનો મોટો વેપાર ચાલી રહ્યો હોવાની વિગતોને પગલે વડોદરા પોલીસ કમિશનર દ્વારા મિશન ક્લીન હાથ ધરાયું છે. જે મિશન હેઠળ સ્કૂલોમાં અને કોલેજાેમાં વિદ્યાર્થીઓને એલર્ટ કરવામાં આવી રહ્યા છે.વડોદરા શહેર અને જિલ્લામાં નશીલા દ્રવ્યોનો મોટો વેપાર ચાલતો હોવાથી ભૂતકાળમાં નાર્કોટિક્સ સેલ અને એટીએસ દ્વારા કરોડોનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. ત્યારબાદ એસઓજી દ્વારા પણ વારંવાર નશીલા દ્રવ્યોના જથ્થા પકડવામાં આવી રહ્યા છે.અલકાપુરી વિસ્તારમાં ની માટૅની ગલીમાં અગ્રસેન ભવન ગેસ્ટ હાઉસ નજીક ડ્રગ્સની ડિલિવરી આપવામાં આવનાર હોવાની વિગતોને પગલે વડોદરા શહેર એસઓજીની ટીમે વોચ રાખી હતી. આ દરમિયાન પોલીસે યાકુતપુરા વિસ્તારના શાહ નવાજ ઉર્ફે શાનુ સલીમભાઈ શેખ તેમજ તેની સાથે બિહારના અજિમુદ્દીન અન્સારીને ચરસની ડિલિવરી આપતા ઝડપી પાડ્યા હતા.પોલીસે શાહ નવાજ ઉર્ફે શાનું પાસે થેલીમાંથી ૩ લાખ ઉપરાંતની કિંમતનું ૨ કિલો ૫૫ ગ્રામ ચરસ કબજે કર્યું હતું.જ્યારે તેનું સ્કૂટર, વેચાણના રોકડા રૂ. ૧૧૦૦ અને મોબાઈલ કબજે કર્યા હતા. જ્યારે બિહારના અજિમુદ્દીન પાસે રૂ દોડ લાખ ઉપરાંતની કિંમતનું એક કિલો ૨૪ ગ્રામ ચરસ તેમજ ચોરસના વેચાણના રૂ ૧.૬૦ લાખ અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચરસનો જથ્થો લાવનાર અજિમુદ્દીને કબૂલ્યું હતું કે ચરસનો જથ્થો બિહારના ઈસ્માઈલ ઉર્ફે અલ્લુ શેખ પાસેથી મેળવતો હતો અને અલગ અલગ જગ્યાએ સપ્લાય કરતો હતો. જેથી પોલીસે ઈસ્માઈલ ને વોન્ટેડ જાહેર કરી અજિમુદ્દીન ની વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અજિમુદ્દીન છેલ્લા દસ મહિનામાં બિહારથી ચાર વાર ડ્રગ્સ લઈને વડોદરા આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. જેથી તેના મોબાઇલની કોલ ડીટેલ ને આધારે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત તેની પાસેથી મળેલા રોકડા રૂ ૧.૬૦ ક્યાંથી આવ્યા તે મુદ્દે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Related posts

મરીન પોલીસના સ્ટાફ અછતના કારણે રેઢી પડી ભાવનગરના 151 કિલોમીટર સમુદ્રીય સંપત્તિની સપાટી

saveragujarat

અમરેલીના ચલાલા પંથકમાં ચારથી પાંચ દિવસ વીજળી ન આવતા ખેડૂતોમાં આક્રોશ

saveragujarat

SOG સિંધુભવન રોડ પરથી ડ્રગ્સ ડિલિવરી માટે આવેલા બે પેડલર પકડ્યા

saveragujarat

Leave a Comment