Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમરેલીના ચલાલા પંથકમાં ચારથી પાંચ દિવસ વીજળી ન આવતા ખેડૂતોમાં આક્રોશ

સવેરા ગુજરાત,અમરેલી, તા.૭
અમરેલીના ચલાલા પંથકમા થોડા દિવસ પહેલા ભારે પવન સાથે વરસેલા વરસાદથી ભારે નુકસાન થયું હતું. એટલું જ નહીં પણ ગ્રામ્ય પંથકમાં વીજ પુરવઠો ખોરવાતા ચારથી પાંચ દિવસ ખેતી માટે વીજળી ન આવતા ખેડૂતો પરેશાન થયા હતા. ચારથી પાંચ દિવસ સુધી વીજળી ના આવતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને આગેવાનો PGVCL કચેરીએ દોડી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનો આરોપ છે કે કચેરીના અધિકારીઓ તેમની રજૂઆતો સાંભળતા નથી. સાથે મેઇન્ટેનન્સની કામગીરી ચાલી રહી હોવાથી દિવસ દરમિયાન વીજળી ના મળતા ખેડૂત પરિવારોમાં પણ નારાજગી જાેવા મળી હતી. ખેડૂતોએ પીજીવીસીએલની કચેરીમાં ઘૂસીને હોબાળો મચાવ્યો હતો. તો સામે પક્ષે PGVCL અધિકારીએ મેઇન્ટેનન્સની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી રાત્રી દરમિયાન વીજળી આપવાની બાંહેધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. ખેતરમાં બિયારણ વાવી દીધું હોય ત્યારે વીજ પુરવઠો નહીં મળતા મોંઘા ભાવના બિયારણ નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર સતાવી રહ્યો છે. ખેડૂતોને વીજ પુરવઠો નહીં મળતા મોટી સંખ્યામાં ખેડૂતો કચેરીએ આવતા ચલાલા પોલીસ પીજીવીસીએલ કચેરીએ દોડી આવી હતી. ખેડૂતોનો આરોપ છે કે પીજીવીસીએલ કચેરીના અધિકારીઓને ફોન કરીએ છીએ ત્યારે તેમના દ્વારા ખેડૂતોના ફોન રિસીવ કરવામાં નથી આવતા જ્યારે ખેડૂતો રજૂઆત લઈને પીજીવીસીએલ કચેરી આવે છે ત્યારે કર્મચારીઓ ઊભા રહેતા નથી. ચલાલા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો પીજીવીસીએલ નાયબ ઇજનેરના જણાવ્યા અનુસાર, પવન સાથે કમોસમી વરસાદ આવતા વીજ પુરવઠો ખોરવાયો હતો પીજીવીસીએલની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો શરૂ કર્યો હતો. હાલ અમુક ફીડરમાં મેઇન્ટેનન્સ કામગીરી ચાલી રહી છે તે પૂર્ણ કરીને નિયમિત વીજ પુરવઠો મળી રહે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આગાહી અનુસાર ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આ ચક્રવાતની વધુ અસર જાેવા મળશે. ભાવનગરથી પોરબંદર અને કચ્છના દરિયા કિનારે આ ચક્રવાતની અસર થશે. આ ચક્રવાતના કારણે ચોમાસુ થોડું મોડું બેસી શકે છે. હવામાન વિભાગ અનુસાર બીપરજાેય વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. બિપરજાેય વાવાઝોડું ૨ કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે ૮ જુનથી પવનની ગતિમાં વધારો થશે. આવતીકાલથી વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને ગુજરાત પર વર્તાશે. દરિયાઈ કાંઠે પવનની ગતિમાં વધરો થશે.

Related posts

10 એપ્રિલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવશે ગુજરાત

saveragujarat

સોમનાથ મહાદેવ તીર્થમાં માનવ મહેરામણ છલકાઈ ગયુ

saveragujarat

અમદાવાદ ખાતે બૉલીવુડ સ્ટારના જમાવડા સાથે 16માં ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ-2024 નું કરાયું આયોજન

saveragujarat

Leave a Comment