Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

તિરૂપતિ બાલાજી મંદિરમાં ૭.૬ કરોડની હુંડી આવી

સવેરા ગુજરાત,તિરુપતિ, તા.૪
તિરુમાલા સ્થિત ભગવાન બાલાજીના મંદિરમાં વર્ષની શરૂઆત કરોડો રૂપિયાની હુંડી સાથે થઈ છે. સોમવારે મંદિરમાં ૭.૬ કરોડ રૂપિયાની હુંડી આવે છે. મંદિરના ઈતિહાસમાં એક જ દિવસમાં પહેલીવાર આટલી મોટી રકમની હુંડી મળી છે. વિશ્વના સૌથી અમીર હિન્દુ મંદિર ગણાતા તિરુમાલા મંદિરમાં વૈકુંઠા એકાદશીના પવિત્ર દિવસે ભક્તોએ મન મૂકીને દાન કર્યું હતું. ૨૩ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ દૈનિક આવક ૬.૩ કરોડ રૂપિયા હતી અને આ રેકોર્ડ તોડતાં સોમવારે તેનાથી ૧.૩ કરોડ રૂપિયા વધુની આવક થઈ હતી.હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંદિરમાં શીશ ઝૂકાવીને ભગવાન બાલાજીના આશીર્વાદ લીધા હતા. ૩૧ ડિસેમ્બરથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જાેવા મળી રહી હતી. આ વર્ષે એપ્રિલમાં મંદિરમાંથી કોરોનાના નિયંત્રણો હટાવી લેવાયા ત્યારથી જ દર મહિને મંદિરમાં મોટી રકમની હુંડી આવી રહી છે.કોરોના મહામારી દરમિયાન લગાવેલા નિયંત્રણો દૂર કરવામાં આવ્યા ત્યારથી જ શેષાચલમ પર્વતમાળામાં આવેલા વેંકટેશ્વર મંદિરમાં ભક્તોનો ધસારો જાેવા મળી રહ્યો છે. મંદિરનો વહીવટ સંભાળતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ છેલ્લા દશકાથી હુંડીની રકમમાં વધારો નોંધી રહ્યા છે. ૨૦૧૨થી ૨૦૨૨ દરમિયાન દર વર્ષે આવતી હુંડીની રકમ લગભગ બમણી થઈ છે. એક મહિનામાં અન્ય પ્રખ્યાત હિન્દુ મંદિરોમાં સરેરાશ ૪ કરોડ રૂપિયા જેટલી હુંડી આવે છે જ્યારે તિરુમાલા મંદિરમાં દૈનિક ૬ કરોડ રૂપિયાનું દાન આવે છે.કોરોના મહામારી શરૂ થઈ એ પહેલા તિરુમાલા મંદિરની માસિક હુંડી ૯૦થી ૧૧૫ કરોડની વચ્ચે રહેતી હતી. હવે ગત વર્ષે એપ્રિલથી દર મહિને હુંડીની રકમમાં ઉત્તરોત્તર વધારો જાેવા મળી રહ્યો છે. વૈકુંઠ એકાદશી સાથે સંકળાયેલા વૈકુંઠ દ્વાર દર્શનમાં હવે આઠ દિવસ બાકી રહ્યા છે ત્યારે તિરુનાલા તિરુપતિ દેવસ્થાનમના પદાધિકારીઓએ કહ્યું કે, જાન્યુઆરી ૨૦૨૩માં મંદિરની આવકમાં અવિશ્વસનીય વધારો જાેવા મળી શકે છે. જેના કારણે મંદિર ટ્રસ્ટ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં માત્ર હુંડી થકી જ ૧,૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી શકશે.

Related posts

રાત્રી કર્ફ્યું અંગે લેવાયો મોટો નિર્ણય ,ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક યોજાઈ

saveragujarat

પાવર લીફટિંગ ચેમ્પિયન કર્ણદેવસિંહ જાડેજા દ્વારા ૧.૫૧ લાખ “મહામૃત્યુંજય મંત્ર” નું  અનુષ્ઠાન કરાયું

saveragujarat

સંસદમાં સુપર્ણખા કહેવા બદલ હું મોદી સામે કેસ કરીશ ઃ રેણુકા ચૌધરી

saveragujarat

Leave a Comment