Savera Gujarat
Other

અંબાજી ખાતે મજુર કલ્યાણ ટ્રસ્ટ સિધ્ધપુર સંચાલિત આદિવાસી આશ્રમશાળામા આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

સવેરા ગુજરાત,અંબાજી,તા.૩1
અંબાજી ખાતે આવેલી મજુર કલ્યાણ ટ્રસ્ટ સિધ્ધપુર સંચાલિત આદિવાસી આશ્રમશાળા માં આરોગ્ય તપાસ કેમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં
સિધ્ધપુરના સ્વ ડો. સંગદાસાણીજી ની બીજી પુણ્યતિથિ નિમિત્તે આશ્રમશાળાના વિદ્યાર્થીઓ ને ભોજન પ્રસાદ તથા વિનામૂલ્ય મૂલ્ય આરોગ્ય તપાસ કરી રોગોની દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં અંબાજીના પ્રસિદ્ધ ડો. મયુરભાઈ ઠાકર અને ડો. નીતિનભાઈ પટેલ તથા ડો. માનસી પટેલ અને ડો. કૃષ્ણ એમ રાવલે આરોગ્ય કેમ્પમાં ભાગ લઈ નિસ્વાર્થ ભાવે સેવા આપી હતી અને ડો. મયુરભાઈ ઠાકરે જણાવ્યું હતું કે આ વર્ષે જ નહીં પણ જ્યારે પણ સંસ્થા અમને યાદ કરશે ત્યારે અમે અમારા દ્વારા ચિકિત્સા કરવાની સેવાઓ દર વર્ષે અચૂક પણે આપીશું તેમજ જશુભાઈ પટેલ દ્વારા તમામ બાળકોને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવી હતી આ પ્રસંગે એચ આર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી બંસીલાલ એમ શાહ, ઈશ્વરભાઈ પટેલ, વિપુલભાઈ શાહ તથા ભરતભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના બાળકો અને સંસ્થાના શિક્ષક ગણો દ્વારા આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું

Related posts

એપ્રિલથી પેઈનકિલરથી લઈને એન્ટિબાયોટિક્સ દવાઓ મોંઘી થશે

saveragujarat

સમ્રાટ પૃથ્વીરાજ: અક્ષયનો ક્ષય!

saveragujarat

અમદાવાદ એરપોર્ટથી વિમાન યાત્રા મોંઘી પડશે

saveragujarat

Leave a Comment