Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રીક દ્વારા અમદાવાદના ખ્યાતનામ બાળરોગ તબીબ ડૉ. અનીલ ખત્રીને “અનસંગ હીરો (Unsung Hero)” એવોર્ડ થી સન્માનિત કરાયા

અમદાવાદમાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકોની સેવા બદલ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. મનોજ અગ્રવાલ દ્વારા ડૉ. અનીલ ખત્રીનું બહુમાન.તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ એક કોન્ફરન્સમાં ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રીક દ્વારા અમદાવાદના પ્રતિષ્ઠિત બાળરોગ નિષ્ણાંત ડૉ. અનીલ ખત્રીને “અનસંગ હીરો” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે.
અમદાવાદ ખાતે યાજાયેલ ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રીકની GUJPEDICON કોન્ફરન્સ અંતર્ગત આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચીવ ડૉ. મનોજ અગ્રવાલ દ્વારા ડૉ. અનીલ ખત્રીનું આ બહુમાન કરવામાં આવ્યું હતુ.
સમાજમાં અને ખાસ કરીને કોરોના મહામારીમાં ડૉ. અનીલ ખત્રી દ્વારા ગુજરાતના થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે કરવામાં આવેલી અકલ્પનીય અને અદ્વિતીય કામગીરી બદલ વર્ષ -૨૦૨૨ ના “અનસંગ હીરો”(Unsung Hero) તરીકેનું સન્માન કરવામાં આવ્યું હતુ.
ડૉ. અનીલ ખત્રી અમદાવાદના પ્રતિષ્ઠિત બાળરોગ નિષ્ણાંત તબીબ છે. તેઓ વિવિધ સેવાભાવી સંસ્થા સાથે પણ જોડાયેલા છે જેના થકી સમાજના વિવિધ વર્ગ, સમુદાયમાં તેમની સેવાકીય પ્રવૃતિઓ હંમેશા લોકઉપયોગી બનતી રહે છે. તેઓ વર્ષોથી થેલેસેસીયા ગ્રસ્ત બાળકોને મદદરૂપ થતી તમામ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે

Related posts

મેડિકલના સ્ટુડન્ટના પત્રથી ખળભળાટ ‘હું અંદરથી સ્ત્રી છું, મારે બોયઝ નહિ, પણ ગર્લ્સ હોસ્ટેલમાં રહેવુ છે

saveragujarat

કેડેવર અંગદાનને પ્રોત્સાહન આપવા માટે આઇકેડીઆરસી ખાતે વિશાળ પતંગનું અનાવરણ કરવામાં આવ્યું

saveragujarat

અમદાવાદ અમરાઇવાડીના નરાધમે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ

saveragujarat

Leave a Comment