Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારરાજકીય

કરદાતાઓને રાહત: ઈન્કમટેકસ રિફંડ વિશે 21 દિવસમાં ફેંસલો થશે

નવી દિલ્હી તા.5
આવકવેરા વિગતો બાકી વેરાની સામે રીફંડનું સંતુલન જળવાય રહે તે માટે કરદાતાઓ માટે મહત્વની રાહત જાહેર કરી છે. આવા કિસ્સાઓ ટેકસ અધિકારીઓએ 21 દિવસમાં જ ફેંસલો કરવો પડશે. પરિણામે કાનૂની વિવાદો અટકવાની શકયતા છે. અત્યાર સુધી આ સમયમર્યાદા 30 દિવસની હતી.કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડના નિવેદન મુજબ બાકી ટેકસ સામે રીફંડની રકમ સરભર કરવા માટે કરદાતા પૂર્ણ રીતે સહમત ન હોય તો કેસ તાત્કાલીક સીપીસીને મોકલવાનો રહેશે અને તેમના દ્વારા 21 દિવસમાં જ રીપોર્ટ આપવાનો રહેશે.કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે અનેક કિસ્સામાં રીફંડના ખોટા વર્ગીકરણ અથવા નિયત સમયમાં જવાબ ન મળવાથી ખોટી આકારણી થતી હતી. પરિણામે બીનજરૂરી કાનૂની વિવાદ સર્જાયા હતા. હવે નવા નિયમન હેઠળ 21 દિવસમાં જવાબ આપવાનો રહેશે.

Related posts

રાજ્યમાં 182 બેઠકો માટે 1621 ઉમેદવારોની ટક્કર

saveragujarat

સરકારી ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીની રેપ બાદ હત્યા

saveragujarat

સગાઈ તૂટ્યા બાદ યુવકની પાછળ પડી હતી પૂર્વ ફિયાન્સી

saveragujarat

Leave a Comment