Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

રાજ્યમાં 182 બેઠકો માટે 1621 ઉમેદવારોની ટક્કર

સવેરા ગુજરાત,ગાંધીનગર,ત 22
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ગઇકાલે બીજા તબક્કાની 93 બેઠકો માટે ઉમેદવારી પાછી ખેંચવાના આખરી દિને ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને હવે રાજ્યમાં તમામ 182 બેઠકો માટે 1621 ઉમેદવારો વચ્ચે ટક્કર છે. ભાજપે 182, કોંગ્રેસે 179 અને આમ આદમી પાર્ટી 178 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે તથા બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
રાજ્યમાં તા. 1 અને 5 ડીસેમ્બરના રોજ મતદાન યોજાશે જેમાં પ્રથમ તબક્કા માટે તા. 1ના રોજ યોજાનારા મતદાન પૂર્વે પ્રચારનો હવે અંતિમ અને રસપ્રદ તબક્કો શરુ થશે તો બીજી તરફ બીજા તબક્કા માટે પણ આગામી દિવસોમાં રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર શરુ થઇ જશે. ગુજરાતમાં તા. 8 ડીસેમ્બરના રોજ યોજાનાર મતગણતરીમાં 4.91 કરોડ જેટલા મતદારોમાથી 50 થી 60 ટકા મતદાન થાય તેવા સંકેત છે.
જો કે એક તરફ લગ્નગાળાની સિઝન અને લોકો ચૂંટણીના માહોલમાં હજુ આવ્યા નથી અને તેથી ખરેખર પ્રચાર કેટલો તેજ બનશેતે પ્રશ્ર્ન છે. વહીવટી તંત્ર દ્વારા પ્રથમ તબક્કાના મતદાન માટે તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે અને આ સપ્તાહના અંતે તમામ મતદાન મથકોનો કબજો તંત્રને સોંપી દેવામાં આવશે તેમજ મગણતરી માટેના કેન્દ્રો પણ નિશ્ચિત થઇ ગયા છે. રાજ્યની ચૂંટણીમાં 40,000થી વધુ સરકારી અને અર્ધસરકારી કર્મચારીઓ ચૂંટણી ફરજ પર જોડાયા છે.
તો બીજી તરફ રાજ્યમાં 80 વર્ષ કે તેથી વધુના મતદારો ઉપરાંત 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે પ્રથમ વખત વોટ ફ્રોમ હોમની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમાં દરેક મત વિસ્તારમાં બીએલઓ દ્વારા આ પ્રકારના મતદારોને રુબરુ સંપર્ક સાધીને તેઓના પોસ્ટલ મતદાનના ફોર્મ પણ તૈયાર કરી લેવાયા છે અને હવે આગામી દિવસોમાં પોસ્ટલ મતદાનનો રાઉન્ડ પણ પૂરો થશે અને ચૂંટણી ફરજ પર રહેલા કર્મચારીઓ માટે પોસ્ટલ મતદાન માટેની પ્રક્રિયા આ સપ્તાહના અંતે પૂરી થશે.

Related posts

સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડ, બનાસકાંઠા દ્વારા અંબાજી મંદિર ચાચરચોક ખાતે વડાપ્રધાન મોદીજી ના જન્મદિવસ નિમિતે રંગોળી પુરી શુભકામનાઓ આપવામાં આવી

saveragujarat

પાર્ટી પ્લોટ-ક્લબોમાં પૂરજાેશમાં નવરાત્રીની ચાલતી તૈયારીઓ

saveragujarat

હજારો માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા

saveragujarat

Leave a Comment