Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

ભાવનગર GST નાં બે અધિકારીઓ જ કરચોરી કૌભાંડમાં સામેલ: ધરપકડ કરવામાં આવી

સવેરા ગુજરાત , ભાવનગર,તા.22
ભાવનગર માંથી સૌપ્રથમ વખત જીએસટીના બે અધિકારીઓની જીએસટી કરચોરી કૌભાંડમાં સામેલગીરીના મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબતાજેતરમાં ભાવનગર અમદાવાદ હાઈવે પર નિરમા પાટીયા પાસે સનેશ ગામ નજીક લોખંડના સળિયા ભરેલા બે ટ્રક ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન તેઓ પાસેથી જીએસટી બિલ મળી આવ્યું ન હતું.આ કેસમાં ભાવનગર લોકલ ક્રાઈમ દ્વારા મૃગેશ અઢિયા ઉર્ફે ભૂરો, દેવાંશુ ગોહેલ, ધ્રુવિત માંગુકિયા, મલય શાહ, દીપક મંકોડિયા, વિક્રમ પટેલ ઉર્ફે પોપટની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર કૌભાંડના મૂળિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આરોપીઓની આગવી ઢબે કરાયેલી પૂછપરછ દરમિયાન વડોદરા સીજીએસટી ના સુપ્રિન્ટેન્ડેન્ટ નીરજ મીણા અને ભાવનગર સ્ટેટ જીએસટી ના મોબાઈલ સ્કોડના પ્રિતેશ દુધાતની સામેલગીરી જણાવી હતી. આ બંને જીએસટી અધિકારીઓ વિરૂધ્ધ અગાઉ પકડાયેલા આરોપીઓના મોબાઇલમાંથી પુરાવા મળી આવ્યા હોવાનું જાણવા મળેલ છે . લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નીરજ વીણા અને પ્રિતેશ દુધાતની ધરપકડ કરવામાં આવી છે.

Related posts

બેંગ્લોરમાં યોજાયો સદાકાળ ગુજરાત કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ

saveragujarat

ડાકોરમાં અષ્ટસિદ્ધ હનુમાનજી મંદિર પરિસરમાં શ્રીમદ્‌ વાલ્મિકીકૃત રામાયણ કથાનો શુભારંભ કરાયો

saveragujarat

૧૦૦ માં અંગદાનના સમાચાર મળતા આરોગ્યમંત્રી પહોંચ્યા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં

saveragujarat

Leave a Comment