Savera Gujarat
તાજા સમાચાર
Otherકરંટ અફેયરતાજા સમાચારસમાજ કલ્યાણ

સન્ની પાજી દા ધાબાને હોટલ-રેસ્ટોરન્ટના ઇતિહાસનો સૌથી મોટો 6 લાખનો દંડ

સવેરા ગુજરાત ,રાજકોટ, તા. 22
મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય ફૂડ શાખા દ્વારા થોડા મહિના પહેલા જાણીતી હોટલો અને રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલા ફૂડના નમુનામાં ભેળસેળ સાબિત થવાના કિસ્સામાં મનપા તંત્રએ રજૂ કરેલા આકરા કેસના કારણે રાજકોટના જાણીતા સન્ની પાજી દા ધાબાને રૂા. 6 લાખનો દંડ ફટકારવામાં આવતા ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ મચી ગયો છે.રાજકોટ શહેરના ઇતિહાસમાં કોઇ હોટલ રેસ્ટોરન્ટને ફૂડમાં સિન્થેટીક કલરની ભેળસેળ બદલ આટલો મોટો દંડ થયો હોય તેવો પહેલો કિસ્સો બન્યો છે. તો અન્ય બે પેઢીને પણ જીરૂ અને ઘીના સેમ્પલ ફેઇલ જવા બદલ કુલ રૂા. 25 હજારનો દંડ કરવામાં આવ્યો છે.
લગભગ આઠેક માસ પહેલા યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં આવેલ શિવમ કોમ્પ્લેક્ષમાં રહેલ સન્ની પાજી દા ધાબા ફૂડ પાર્સલમાંથી પંજાબી રેડ ગ્રેવી (પ્રિપેર્ડ લુઝ)નો નમુનો લેવાયો હતો. જેમાં સીન્થેટીક ફૂડ કલરની હાજરીને કારણે નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એડ્જ્યુડીકેટીંગ ઓફિસર દ્વારા (1) અમનદીપસિંહ કુલવંતસિંહ (નમુનો આપનાર ભાગીદાર)ને રૂ.મ 1,00,000, (2) ચરણપ્રીતસિંહ ઉજાગરસીંઘ ખેતાન (પેઢીના નોમીની) ને રૂ. 1,00,000 અને (3) સન્ની પાજી દા ધાબા ફૂડ પાર્સલ (ભાગીદારી પેઢી) ને પણ રૂ. 1,00,000 પુરા કુલ મળી રૂ. 3,00,000નો દંડ કરવામાં આવેલ છે.
બીજા કેસમાં આ જ પેઢી સન્ની પાજી દા ધાબા ફૂડ પાર્સલમાંથી મંચુરીયન ડ્રાય (પ્રિપેર્ડ લુઝ)નો નમુનો લેવાતા તેમાં પણ સીન્થેટીક ફૂડ કલરની હાજરીને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. આથી એડ્જ્યુડીકેટીંગ ઓફિસર (1) અમનદીપસિંહ કુલવંતસિંહ (નમુનો આપનાર)ને રૂ. 1,00,000, (2) ચરણપ્રીતસિંહ ઉજાગરસીંઘ ખેતાન (પેઢીના નોમીની) ને રૂ. 1,00,000 તથા (3) સન્ની પાજી દા ધાબા ફૂડ પાર્સલ (ભાગીદારી પેઢી)ને પણ રૂ. 1,00,000 મળી કુલ રૂ. 3,00,000નો દંડ કરવામાં આવેલ છે. આમ એક જ પેઢીમાં બે ફૂડ આઇટમના સેમ્પલ ફેઇલ જતા 6 લાખ જેવો તોતીંગ દંડ કરાયાનો આ પહેલો કિસ્સો છે.

Related posts

ભારતમાં ૯.૧ કરોડ નાગરીકોને શુદ્ધ પીવાના પાણીના ફાંફા, ૨૦૩૦ સુધી દુનિયાના ૭૦ કરોડ લોકોને હિજરત કરવાનો દાવો

saveragujarat

બે મહિના પછી કંગનાને નવાઝુદ્દીનનો જન્મદિવસ યાદ આવ્યો, ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સાથે શુભેચ્છા પાઠવી

saveragujarat

સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘ ઘ્વારા કો.ઓપરેટીવ કેડીટ સોસાયટીઓના હોદ્દેદારો અને કર્મચારીઓનો સેમિનાર યોજયો 

saveragujarat

Leave a Comment