Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરમત ગમતવિદેશ

ફૂટબોલ મેચની હાર બાદ થયેલી હિંસામાં ૧૨૭ લોકોના મોત

જાવા,તા.૨
એક ફૂટબોલ મેચ દરમિયાન એટલી ભયંકર હિંસા થઈ કે તેમાં અનેક લોકોના જીવ હોમાઈ ગયા. આ વાત છે ઈન્ડોનેશિયાની, અહીં મેચ દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા ૧૨૭ લોકોએ જીવ ગુમાવ્યા. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે. એક ટીમ મેચ હારી ગયા બાદ આ હિંસા ભડકી ઉઠી હતી. એએફપી ન્યૂઝ એજન્સીએ પોલીસના હવાલે આ જાણકારી આપી. પૂર્વ જાવામાં એક મેચ દરમિયાન ટીમ હારી જતા નારાજ થયેલા ફેન્સે ફૂટબોલ મેદાન પર પહોંચીને હુમલો કર્યો. મૃતકોમાં બે પોલીસકર્મી પણ સામેલ છે. ન્યૂઝ એજન્સીએ પૂર્વ જાવાના પ્રમુખ નિકો અફિન્ટાના હવાલે જણાવ્યું કે સ્ટેડિયમની અંદર જ ૩૪ લોકોએ જીવ ગુમાવ્યા. બાકીના લોકોના હોસ્પિટલમાં મોત થયા.
ઈન્ડોનેશિયામાં પ્રેસબયા સુરબયા એ છ રેમા એફસીને ૩-૨થી હરાવીને ફૂટબોલ મેચ જીતી લીધી હતી. ત્યારબાદ અરેમા એફસીના હજારો ફેન્સ મેદાનમાં ઘૂસી ગયા અને હિંસા શરૂ કરી દીધી. સ્થાનિક પોલીસ અને ઈન્ડોનેશિયાના સશસ્ત્ર દળો મેદાનમાં પહોંચ્યા અને પ્રેસબયા સુરબયા ના ખેલાડીઓને સુરક્ષા આપવામાં આવી.સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ પીચ પર સુરક્ષાદળો અને ફેન્સ વચ્ચે ઝપાઝપી થઈ. આ દરમિયાન ફેન્સે સુરક્ષાકર્મીઓ પર વસ્તુઓ ફેંકવાની શરૂ કરી દીધી. ભીડને કાબૂમાં કરવા માટે ટીયરગેસના શેલ છોડવામાં આવ્યા. પીટી લીગા ઈન્ડોનેશિયા બારુના અધ્યક્ષ અખમદ હદિયન લુકિતાએ આ ઘટના પર કહ્યું કે અમે આ ઘટનાથી ચિંતિત છીએ અને દુઃખ છે. અમે સંવેદના જતાવીએ છીએ અને આશા છે કે આ આપણા બધા માટે એક પાઠ હશે.

Related posts

૨૪ કલાકમાં દેશભરમાં કોવિડ-૧૯ના ૩૪૭૨૫૪ નવા કેસ નોંધાયા

saveragujarat

જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ બે કેસ

saveragujarat

ગુજરાતમાં તેમના શું કાર્યક્રમો છે તે અંગે મને કોઈ માહિતી નથી : નીતિન પટેલ

saveragujarat

Leave a Comment