Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

નશાબંધી અને આબકારી વિભાગના કર્મચારીઓનું ગુજરાત સરકાર સામે એલાને જંગ .

 

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૩૦
છેલ્લા કેટલાક દાયકાઓથી નશાબંધી અને આબકારી વિભાગને ગ્રેડ પે મુદ્દે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકારના ગૃહવિભાગ ખાતામાં સમાવિષ્ટ નશાબંધી અને આબકારી વિભાગના કર્મચારીઓને ગ્રેડ પે નો કોઇપણ પ્રકારનો લાભ આપવામાં આવતો નથી. આ વિભાગના કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે જે બાબતની લડાઇ લાંબા સમયથી આ વિભાગના કર્મચારીઓ સરકાર સામે માંગણીઓ કરી રહ્યા છે પરંતુ તેમની માંગણીઓને સંતોષવામાં આવતી નથી. પોલીસ વિભાગના કર્મચારીઓને ગ્રેડ પે નો લાભ આપાવમાં આવી રહ્યો છે તો આબકારી નશાબંધી ખાતના કર્મચારીઓ સામે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે.
આ બાબતે નશાબંંધી ખાતાના તમામ કર્મચારીઓ આજ રોજ નશાબંધી ખાતાના વડા સાથે ગ્રેડ પે બાબતે સંવાદ બેઠક યોજવામાં આવી હતી. જેમાં એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ગૃહ ખાતામાં તથા નાણાં વિભાગમાં નશાબંધી ખાતાના ગ્રેડ પે વિસંગતતાની લગતી માંગણી જે નાણાં વિભાગ દ્વારા ગ્રેડ પે પોલીસ તથા જેલ સમકક્ષ કરવામાં આવે તો કેટલો બોજાે પડે છે તેનો જવાબ મોકલી આપવામાં આવેલ છે. તેઓના જણાવ્યા મુજબ દર મહિને સરકારી જગ્યા ઉપર માત્ર દસ લાખ રૂપિયાનો ફેરફાર પડે છે. તેમજ પરવાનેદાર દ્વારા બોન્ડની જગ્યાઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓના પગાર વધારા બાબતે કોઇ જ ફેરફાર પડતો નથી. અને અમો સરકારશ્રીને એક અઠવાડીયા સુધીનો સમય આપી શકાય જેથી નશાબંધી ખાતાના તમામ કર્મચારીઓ દ્વારા સરકારશ્રીની કમિટીને મિડીયાના માધ્મયથી તેઓ સંદેશ આપ્યો છે અને તે માટે તા. ૧ સપ્ટેમ્બરથી ત્રણ દિવસની પ્રતિકાત્મક માસ સીએલ ઉપર ઉતરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાે ત્યારબાદ પણ ગૃહ વિભાગ અને નાણાં વિભાગ દ્વારા ગ્રેડ પે બાબતે તાત્કાલિક પ્રશ્નોનો નિકાલ નહી કરવામાં આવે તો સમગ્ર નશાબંધી આબકારી ખાતાના કર્મચારીઓ સામુહિક અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરશે અને ત્યારબાદ પણ જાે માંગણીઓ સંતોષવામાં ન આવે તો સમગ્ર ખાતાના કર્મચારીઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે હવે જાેવું રહ્યું કે આગામી સમયમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સરકારને આ વિભાગના કર્મચારીઓની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.

Related posts

સિંગતેલના ડબ્બામાં રૂપિયા ૨૦નો ઘટાડો થયો

saveragujarat

મોદીએ ઈજિપ્તની અલ-હકીમ મસ્જિદની લીધી મુલાકાત

saveragujarat

હજી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

saveragujarat

Leave a Comment