Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મોદીએ ઈજિપ્તની અલ-હકીમ મસ્જિદની લીધી મુલાકાત

કાહિરા, તા.૨૫
અમેરિકાના પ્રવાસ બાદ પીએમ મોદી ઈજિપ્ત પહોંચ્યા. ઈજિપ્તની રાજધાની કાહિરામાં શનિવારે પીએમ મોદીનું શાનદાર સ્વાગત થયું. ઈજિપ્ત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી આજે પ્રસિદ્ધ મસ્જિદ અલ હકીમની મુલાકાતે પહોંચ્યા. અહીં તેમણે મસ્જિદનું નિરિક્ષણ કર્યું. અહીં દાઉદી વોહરા સમુદાયના લોકોએ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમને સમૃતિચિન્હો ભેટમાં આપ્યા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ હેલિયોપોલીસ કોમનવેલ્થ વોર ગ્રેવ સ્થિત યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી અને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ તેમણે વીઝીટર્સ બુકમાં હસ્તાક્ષર કર્યા. આ સ્મારક એવા ૪૦૦૦ ભારતીય સૈનિકોના સ્મારક તરીકે ઓળખાય છે જે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ઈજિપ્ત અને પેલેસ્ટાઈનમાં શહીદ થયા હતા. કબ્રસ્તાનના પ્રવેશ દ્વાર પર હેલિયોપોલીસ પોર્ટ ટેવફિક મેમોરિયલ છે. જે બહાદુર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ તરીકે બનાવવામાં આવ્યું છે. જાે કે પોર્ટ ટેવફિકનું મૂળ સ્મારક ૧૯૭૦ના દાયકામાં ઈઝરાયેલ-ઈજિપ્ત સંઘર્ષ દરમિયાન નષ્ટ થઈ ગયું હતું. કાહિરા સ્થિત આ ૧૧ મી સદીની અલ હકિમ મસ્જિદ દાઉદી વોહરા સમુદાય માટે સાંસ્કૃતિક રીતે ખુબ મહત્વ ધરાવે છે. આ સમુદાયની મદદતી જ આ મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીમાં આ મસ્જિદને ફરીથી ખોલવામાં આવી હતી. અનેક વિશેષજ્ઞો હજારો વર્ષ જૂની આ મસ્જિદમાં પીએમ મોદીની મુલાકાતને અલગ રીતે જાેઈ રહ્યા છે. તેમનું કહેવું છે કે ઈજિપ્ત આવીને આ મસ્જિદની મુલાકાત કરવી એ દ્વિપક્ષીય સંબંધોમાં ગેમચેન્જર સાબિત થશે. તેમણે આ પ્રવાસના વખાણ કર્યા છે. સન ૧૯૯૭ બાદ કોઈ ભારતીય પીએમ ઈજિપ્તના પ્રવાસે ગયા છે. આ મસ્જિદ ઈજિપ્તના મુસલમાનો માટે સૌથી પવિત્ર સ્થળોમાંથી એક છે. મસ્જિદ અલ મુઈઝ સ્ટ્રીટના પૂર્વ બાજુ છે. સ્થાનિક રિપોર્ટ્‌સ મુજબ દાઉદી વોરા ઈસ્માઈલી શિયા સંપ્રદાયે મસ્જિદ માટે સ્થાનિક મુદ્રામાં લગભગ ૮૫ મિલિયન પાઉન્ડનું દાન કર્યું. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેને જનતા માટે ફરીથી ખોલવામાં આવી. આ મસ્જિદના રિનોવેશનનો શ્રેય ભારતીય વોહરા સમુદાયના સુલ્તાન મુફદ્દલ સૈફુદ્દીન અને તેમના આધ્યાત્મિક નેતા ૫૩માં અલ દાઈ અલ મુકલકને જાય છે. રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સીસીના પ્રવક્તા બાસમ રાડીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિએ અનેક મંદિરો અને ઐતિહાસિક મસ્જિદોના નવીનીકરણ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. આ મસ્જિદનું નિર્માણ ઈજિપ્તના તુલુનિદ સામ્રાજ્યના સંસ્થાપક અહમદ ઈબ્ન ચપસપવ્‌ ૮૭૯ ઈસ્વીસનમાં શરૂ કરાવ્યું હતું અને તે ૧૦૧૩માં પૂરું થયું. આ ઈજિપ્તની ચોથી સૌથી જૂની મસ્જિદ અને કાહિરામાં બીજી સૌથી મોટી મસ્જિદ છે. જાે કે સમય જતા આ મસ્જિદ ખરાબ સ્થિતિમાં પહોંચી ગઈ હતી. તેના અધિકૃત પેજ મુજબ મસ્જિદની હાલત એવી થઈ ગઈ હતી કે એવું લાગતું હતું કે તેની હવે કોઈ ભૂમિકા જ નથી બચી. ૧૯મી અને ૨૦મી સદીમાં ઈજિપ્તમાં યુરોપથી પર્યટકોના આવવાનું શરૂ થઈ ગયું હતું. ત્યારથી તેના પરિસરને એક કિલ્લા, તબેલા, એક સંગ્રહાલય, એક ગોદામ અને એક શાળામાં ફેરવી દેવાયું હતું. સન ૧૯૭૯માં તેના એક હિસ્સાને કાહિરામાં રહેલી યુનેસ્કોની વિશ્વ ધરોહરની સૂચિમાં સામેલ કરાયો હતો.

Related posts

અમદાવાદ ખાતે પ્રથમ વખત નવરાત્રીમાં “ધ કિર્તીદાન ગઢવી દાંડીયા ધમાલ -2022″નું થશે આયોજન

saveragujarat

સધર્ન કમાન્ડના નેજા હેઠળ ડેઝર્ટ કોર દ્વારા વેબિનારનું આયોજન કરાયું

saveragujarat

જયરાજસિંહના જયધોષ સાથે ભાજપમાં વિધિવત પ્રવેશ,સી.આર.પાટીલ હસ્તે થયું સ્વગત.

saveragujarat

Leave a Comment