Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સિંગતેલના ડબ્બામાં રૂપિયા ૨૦નો ઘટાડો થયો

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૧
સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જાેવા મળતો હતો પરંતુ તેજ ગતિ થતાં વધારા વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. થોડા દિવસ પહેલા ફક્ત ચાર દિવસમા સિંગતેલના ભાવમાં રૂ. ૧૯૦નો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલાઈ ગયો હતો. પરંતુ આંશિક ભાવ ઘટાડો થતાં ગૃહીણીઓમાં થોડી રાહત થઈ છે.સતત વધતા સિંગતેલના ભાવ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યાં છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે જેમાં ડબ્બામાં રૂપિયા ૨૦નો ઘટાડો થયો છે. છેલ્લા બે દિવસમાં સિંગતેલનો ડબ્બો ૩૦ રૂપિયા જેટલો સસ્તો થયો છે. થોડા દિવસ પહેલા ૨૮૬૦થી ૨૯૧૦ રૂપિયા સુધી ભાવ પહોંચ્યો હતો. હવે સિંગતેલના ડબ્બાનો ભાવ ૨૮૪૦થી ૨૮૯૦ રૂપિયા થયો છે. સિંગતેલના ભાવમાં સતત વધાર થતો હતો જેને લઈ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું હતું. પરંતુ છેલ્લા બે દિવસથી ૩૦ રૂપિયા ઘટતા મધ્યમ વર્ગેને થોડી રાહત મળી છે. ગત ૧૭ ફેબ્રુઆરીએ સતત ચોથા દિવસે સિંગતેલના ભાવમાં વધારો જાેવા મળ્યો હતો. જેમાં ૧૭ ફેબ્રુઆરીએ સિંગતેલના ભાવમાં રૂ.૪૦નો વધારો થયો હતો. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૨૯૪૦ પર પહોચ્યો હતા. ચાર જ દિવસમાં ૧૯૦નો ધરખમ ઉછાળો થયો હતો. ડબ્બાનો ભાવ રૂ.૨૯૦૦થી વધીને ૨૯૪૦ રૂપિયા પર પહોંચ્યો છે. સંગ્રહખોરી અને સટ્ટા બજાર પણ ભાવ વધારા માટે જવાબદાર હોવાનું કહેવામાં આવ્યું હતું વેપારીઓ જણાવી રહ્યા છે કે, માર્કેટ યાર્ડમાં મગફળીની આવક થઈ રહી છે. પરંતુ સિંગતેલ માટે મગફળી પિલાણ માટે ન આવતી હોવાથી સિંગતેલના ભાવમાં વધ-ઘટ જાેવા મળી રહી છે. સિંગતેલની ડિમાન્ડ સતત વધી રહી છે તેને કારણે સિંગતેલના ભાવમાં વધઘટ થઈ રહ્યો છે ઓઇલ મીલની અંદર મગફળી પીલાણ માટે આવવી જાેઈએ તે ઓછી આવે છે.

Related posts

કર્ણાટક ચૂંટણી માટે કોગ્રેસે ૧૨૪ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

saveragujarat

જુનાડીસા ના દબાણ દારોની સાન ઠેકાણે લાવવા માર્ગ-વિભાગ દ્વારા અપાઇ નોટિસો

saveragujarat

સેન્સેક્સમાં ૨૩૪, નિફ્ટીમાં ૧૧૧ પોઈન્ટનો ઊછાળો જાેવાયો

saveragujarat

Leave a Comment