Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

વડોદરામાં રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભા વિસ્તારમાં સંગઠન સર્વોપરીના વિવાદાસ્પદ લાગેલા બોર્ડથી કૌતુક સર્જાયું

સવેરા ગુજરાત, વડોદરા તા. ૨૧
વડોદરા શહેરમાં આજે ઠેર-ઠેર વિવાદાસ્પદ બેનર લાગ્યા છે. અચાનક લાગેલા આ બેનર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. આ બેનરમાં સંગઠન હી સર્વોપરી લખેલું છે. બેનર લગાવનાર વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવી છે. બેનરમાં ભારત માતા કી જય લખેલું પણ જાેવા મળી રહ્યું છે. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ છીનવી લેવામાં આવતા આ બેનરો લાગ્યા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરમાં કાલાઘોડા સર્કલ, સયાજી હોસ્પિટલ સહિત અનેક જગ્યાએ સંગઠન હી સર્વોપરી અને ભારત માતા કી જય લખેલા બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનર કોણે લગાવ્યા તેની ઓળખ છુપાવવામાં આવી છે. મોટા ભાગના બેનર રાવપુરા વિધાનસભામાં લાગ્યા છે. આ વિધાનસભા સીટ પરથી રાજેન્દ્ર ત્રિવેદી ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી છે. વડોદરા શહેરમાં મોટા ભાગના બેનર રાજેન્દ્ર ત્રિવેદીના વિધાનસભા વિસ્તારમાં લાગ્યા છે. નોંધનીય છે કે શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ આંચકી લીધો હતો. ત્યારબાદ તેમના મત વિસ્તારમાં લાગેલા બેનર ચર્ચાનું કેન્દ્ર બની ગયા છે. પરંતુ આ બેનર કોણે લગાવ્યા છે અને તેની પાછળનો હેતું શું છે તે સામે આવ્યું નથી.

Related posts

વડોદરાની રેલ-પરિવહન સંસ્થા હવે ભારતીય ગતિ શકિત વિશ્વ વિદ્યાલય બની જશે

saveragujarat

બડોલી ગામે ચોર સમજી પકડેલ યુવક અસ્થિર મગજનો નીકળ્યો.

saveragujarat

સલીમ દુબઈથી હવાલા મારફતે રૂપિયા મોકલીને ડ્રગનો કારોબાર હેન્ડલ કરી રહ્યો હતો

saveragujarat

Leave a Comment