Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

ઇડર શહેર કોંગ્રેસ પક્ષના નેતાના રાજીનામાથી કોંગ્રેસ પક્ષમાં ખડભડાટ

સવેરા ગુજરાત,ઇડર
અહેવાલ.મિલાપ નાયક

ગુજરાત માં કોંગ્રેસ પક્ષ માં જ્યાં જુવો ત્યાં ગાબડા પડી રહ્યા છે તેમાં એક ગાબડા નો વધારો થયો છે ઇડર શહેર પણ ચાલી આવતા કોંગ્રેસ ના ગાબડા માં સમાવેશ થયો છે .
શનિવાર ના રોજ વર્ષો થી ઇડર કોંગ્રેસ ના કાર્યકર એવા વિનોદભાઈ પરમારે કોંગ્રેસ પક્ષ માં થી રાજીનામું આપીદીધુ છે. તેવો 1997 થઈ કોંગ્રેસ પક્ષ માં જોડાયેલા હતા. સતત 3 વખત કોર્પોરેટ તરીકેની સેવા આપેલ છે. તેમજ ઇડર શહેર,તાલુકાના ,પ્રદેશ અને અન્ય જિલ્લા ના સંગઠન ની કામગીરી કરેલ છે. છતાં સાચા અને મજબૂત પ્રબંધ લોકો ની કોંગ્રેસ ને જરીરીયાત દેખાતી ન હોય તેમ સતત અવગણના ની નીતિ અપનાવાય છે.

ઇડર કોંગ્રેસના નેતા અને નગરપાલિકાના કોર્પોરેટર વિનોદભાઈ પરમારે પત્રકાર પરિષદ બોલાવી રાજીનામુ જાહેર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષમાં કામ માગવા છતાં કામ ન આપાય અને કોંગ્રેસ પક્ષ માં માત્ર ટિકિટો નું રાજકારણ ચાલે છે. ટિકિટ ના રાજકાર ઉપર જ કોંગ્રેસ ચાલી રહી છે. મે આજે 20 ઓગસ્ટ ને શનિવારે ઇડર કોંગ્રેસમાં પ્રાથમિક સભ્ય તરીકે થી રાજીનામું આપ્યું છે. અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ને મેં મારું રાજીનામુ મોકલી આપ્યું છે.આ બાબતની પત્રકારો સામે જાહેરાત કરી હતી.

ઇડર કોંગ્રેસપક્ષ માં ગાબડું પડતા વિનોદભાઈ પરમાર કયા પક્ષ માં જોડાશે તેની ઇડર પંથક માં ચર્ચા એ જોર પકડ્યું છે. અનુસૂચિત જાતિના નેતાને આવકારવા કયો પક્ષ તૈયાર થાય છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

Related posts

ટ્‌વીટરનું વેલ્યુશન ૫૦ ટકા ઘટીને માત્ર ૨૦ અબજ ડૉલર

saveragujarat

મોદી સરકારે વધું એક એરપોર્ટને અદાણી ગ્રુપને 50 વર્ષ માટે વેચી દીધું, જાણો તેના પર શું કંટ્રોલ રહેશે ?

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકનું અંગદાન

saveragujarat

Leave a Comment