Savera Gujarat
Other

ખેડાના ત્રાજ ગામમાં ઠંડાપીણાની બોટલ લેવા ગયેલી કિશોરીની જાહેરમાં હત્યા કરાઈ

સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૧૮
ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામ ખાતે એક ૧૫ વર્ષીય કિશોરીની સરાજાહેર હત્યા કરવામાં આવતા સનસનાટી વ્યાપી ગઈ છે. મૃતક કિશોરી પોતાની બહેનપણી સાથે ગામની દુકાને ઠંડા પીણાની બોટલ લેવા માટે ગઈ હતી. આ દરમિયાન ગામના ૪૨ વર્ષીય રાજુ પટેલ નામાની શખ્સે કિશોરીને ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. આરોપી રાજુ પટેલે કિશોરીના ગળા પર ચપ્પુ ફેરવી દીધું હતું અને શરીરના બીજા ભાગોમાં પણ ચપ્પુના ઘા મારી દીધા હતા. હત્યાના બનાવ બાદ કિશોરીના પરિવાર અને ગામના લોકોએ આરોપી રાજુ પટેલને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી છે. મળતી માહિતી પ્રમાણે ત્રાજ ગામ ખાતે રહેતી ૧૫ વર્ષીય કૃપાની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. હત્યા ગામના ૪૨ વર્ષીય રાજુ પટેલે કરી છે. કૃપા ગામમાં આવેલી દુકાન ખાતે ઠંડા પીણાની બોટલ લેવા માટે ગઈ હતી. આ બનાવ સાંજના સાત વાગ્યાની આસપાસ બન્યો હતો. કૃપા દુકાને પહોંચી હતી ત્યારે રાજુ ત્યાં પહોંચ્યો હતો અને તેણીના ગળા અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી દીધા હતા. જે બાદમાં સગીરાને તાત્કાલિક સારવાર માટે ખેડાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સ્થળ પરના હાજર ડૉક્ટરે કૃપાને મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થયા બાદ માત પોલીસ ત્રાજ ગામ ખાતે પહોંચી હતી. બનાવની ગંભીરતાને જાેતા એસ.પી. અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ માતર ખાતે દોડી ગયા હતા. આ કેસમાં યુવતીની શા માટે હત્યા કરવામાં આવી છે તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે. બીજી તરફ કૃપાના પરિવારે માંગણી કરી છે કે આરોપી રાજુ પટેલને ફાંસીની સજા થાય. બનાવ બાદ ગામમાં પણ ચકચાર મચી જવા પામી હતી. ગામના લોકોએ પણ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આરોપીએ કિશોરીના ગળાના ભાગે અને હાથના ભાગે ચપ્પાના ઘા મારી દીધા હતા. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. ગામમાં જાહેરમાં એક યુવતીની હત્યા થઈ હોવાથી શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ મૃતકના પરિવારે એવી માંગણી પણ કરી છે કે આરોપીને બહુ ઓછા સમયમાં આકરી સજા થવી જાેઈએ. કિશોરી દુકાને ઠંડાપીણાની બોટલ લેવા માટે ગઈ હતી. આ દરમિયાન રાજુ પટલે તેણીને ચપ્પુના ઘા મારી દીધા હતા. ચપ્પુના ઘા માર્યા બાદ યુવતીને સારવાર માટે ખસેડવામાં આવી હતી.

Related posts

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ વધારવામાં આવ્યો

saveragujarat

ઘરફોડના આરોપીઓને પકડવા યુપી ગયેલી ઊંઝા પોલીસ પર ફાયરિંગ

saveragujarat

લોકો પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે રાજસ્થાનથી અંબાજી આવી રહ્યા છે

saveragujarat

Leave a Comment