Savera Gujarat
તાજા સમાચાર
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ વધારવામાં આવ્યો

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૧૭
આજે ભાજપ દ્વારા સૌથી મોટી જાહેરાત કરાઈ છે. જેપી નડ્ડા વધુ એક વર્ષ માટે ભાજપના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. પાર્ટી દ્વારા તેમને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. પહેલાંથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, હવે પાર્ટીએ પણ તેની જાહેરાત કરી દીધી છે. મોટી વાત એ છે કે નડ્ડા ૨૦૨૪ સુધી એટલે કે લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીનું નેતૃત્વ કરશે. અમિત શાહે આજે મોટી જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણી પહેલાં ૯ રાજ્યોની ચૂંટણી યોજાવાની છે. લોકસભાની ફાયનલ પહેલાં આ ચૂંટણીઓ સેમીફાયનલ છે. જેમાં નડ્ડાના કાર્યકાળની અગ્નિપરીક્ષા થવાની છે. ભાજપે આ ૯ રાજ્યોમાં જીત માટે સોગઠાં ગોઠવ્યા છે. જેમાં નડ્ડાનો મોટો રોલ હશે. મોદી સાથે સારા સંબંધો પણ નડ્ડાને ફાયદો કરાવી ગયા છે. નડ્ડા અધ્યક્ષ બન્યા બાદ ભાજપ એક પણ ચૂંટમી ન હારતાં નડ્ડાને આ શિરપાવ અપાયો છે.ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પાર્ટીની બેઠકમાં રાજનાથ સિંહ દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને તેને ભાજપ કાર્યકારિણીએ સ્વીકારી લીધો હતો. સંસ્થાની ચૂંટણી અમારા બંધારણ પ્રમાણે થાય છે. આ વર્ષ સદસ્યતાનું વર્ષ છે, કોવિડના કારણે સભ્યપદનું કામ સમયસર થઈ શક્યું નથી, તેથી બંધારણ મુજબ કાર્યને વિસ્તૃત કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રાજનાથ સિંહે પ્રસ્તાવ મૂક્યો હતો અને સર્વસંમતિથી સમર્થન મળ્યું હતું. હવે નડ્ડા જૂન ૨૦૨૪ સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે.નડ્ડાના રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યકાળમાં બિહારમાં અને મહારાષ્ટ્રમાં પણ એનડીએને બહુમતી મેળવી છે. યુપીમાં પણ જીત્યા, બંગાળમાં સંખ્યા વધી છે અને ગુજરાતમાં જંગી જીત મેળવી છે. નડ્ડાએ ઉત્તર પૂર્વમાં પણ કામ કર્યું છે. અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેપી નડ્ડા સાથે પીએમ મોદીના નેતૃત્વમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી વધુ સારી રીતે થશે. જેમાં ૨૦૧૯ કરતાં વધુ બેઠકો ભાજપ જીતશે.અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેપી નડ્ડા સાથે પીએમ મોદીના નેતૃત્વમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી વધુ સારી રીતે થશે. ૨૦૧૯ કરતાં વધુ બેઠકો જીતશે. જેપી નડ્ડાએ અમિત શાહ પાસેથી પાર્ટીની કમાન સંભાળી હતી. પાર્ટી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે પરત ફરી, ત્યારે અમિત શાહને કેન્દ્રની રાજનીતિમાં લાવવામાં આવ્યા હતા. તેમને ગૃહમંત્રી બનાવામાં આવ્યા. આ જ સમયે જેપી નડ્ડાને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.મોટી વાત એ છે કે જેપી નડ્ડા પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે. બંને નેતાઓએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જમીન પર સંગઠનને મજબૂત બનાવવાનું કામ કર્યું છે. અનેક પ્રસંગોએ સાથે મળીને તેમણે પાર્ટીના અનેક કાર્યક્રમોને આગળ ધપાવવાનું કામ પણ કર્યું છે. આવી સ્થિતિમાં તે વધુ સારા સંકલનને ધ્યાનમાં રાખીને ૨૦૨૪ ની લડાઈ પણ જેપી નડ્ડાના નેતૃત્વમાં લડવા માટે ભાજપ તૈયાર છે. જેપી નડ્ડાએ પરીક્ષાની રૂપરેખા તૈયાર કરી લીધી છે. ગઈકાલે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં જેપી નડ્ડાએ બેફામપણે કહ્યું હતું કે, પાર્ટીએ આ વર્ષે તમામ ૯ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતવી પડશે. આ જીત ૨૦૨૪ માટે મજબૂત પિચ તૈયાર કરશે.મજબૂત પિચ તૈયાર કરશે.

Related posts

અમદાવાદમાં વધતા જતા સાયબર ક્રાઈમના ગુનાઓને અંકુશમાં લેવા વધુ સતર્ક બની

saveragujarat

મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી વિકાસ યોજના હેઠળ રાજકોટને 20.79 કરોડ અને સુરતને રૂા.581.40 કરોડ ફાળવાયા

saveragujarat

LIVE: ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજયનો ભવ્ય વિજયોત્સવ સ્થળ: પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’

saveragujarat

Leave a Comment