Savera Gujarat
Other

સ્માર્ટ સીટી અમદાવાદના રસ્તાની હાઇકોર્ટમાં ખુલી પોલ

ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં ખુલાસો થયો !!

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૧૩
અમદાવાદ શહેરમાં તંત્રના પાપે શહેરની સ્માર્ટસિટીની ઓળખ સામે ખતરો ઉભો થયો હોય તેવું દેખાઇ રહ્યું છે. શહેરમાં ઉત્તર અને પશ્ચિમ વિસ્તારને જાેડાતા માર્ગ પર કતારબદ્ધ ખાડા તંત્રના પોકળ દાવાની ચાડી ખાઈ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવાઓની હાઇકોર્ટમાં પોલ ખુલી છે, અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ હોવાનો કોર્ટમાં રિપોર્ટ સોંપાયો છે.
ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે કે શહેરમાં ૫૦થી ૮૦% રોડ ખરાબ છે. તેમાં પણ ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ઝોનમાં રસ્તાઓ પર ખાડાઓની ભરમાર છે.જ્યારે દેશનો નાગરીક વાહન ખરીદે છે ત્યારે જ તે રોડ ટેક્સ કોર્પોરેશનને ચુકવી દેતો હોય છે. જેના બદલામાં કોર્પોરેશને તેને રોડની સુવિધા આપવાની હોય છે. ત્યારે કોર્પોરેશન તેમને સુવિધાની જગ્યાએ કમરતોડ રસ્તાની ભેટ આપે છે. અમદાવાદ શહેર ભુવા નગર બની રહ્યું છે. કર્ણાવતી ક્લબ પાસે ત્રણ દિવસ પહેલા થયેલા ભારે વરસાદમાં મોટો ભૂવો પડ્યો છે.આજે ત્રણ દિવસના વાણા વિત્યા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.ફક્ત સાવધાન સાથેના કોર્ડન કરેલું નજરે પડી રહ્યું છે.પૂર્વમુખ્યમત્રી નીતિન પટેલના ઘર પાસે પડ્યો છે..એ પણ બે દિવસથી તંત્રના કામકાજની રાહ જાેઈ રહ્યો છે.જેમાં પાણીની લાઈન પણ ડેમેજ થઈ છે.જેથી હજારો લીટર પાણી વહી રહ્યું છે, છતાં તત્ર દ્વારા કોઈ કામગીરી કરવા બદલે કોર્ડન કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. પસાર થતાં રાહદારીઓ પરેશાની અનુભવી રહ્યા છતાં કોઈ ઉકેલ ન આવવાની વાત કરી રહ્યા છે. ખાડાને કારણે ન ફક્ત શહેરીજનોનાં સ્વાસ્થયને અસર થાય છે પણ તેમને આર્થિક રીતે પણ નુંકસાન જાય છે. જેમ કે તેમણે ખરીદેલા વાહનનું આયુષ્ય પણ ઘટે છે. વારંવાર બ્રેક લગાવાથી પેટ્રોલ વધારે વપરાય છે. વારંવાર નાના- મોટા ખાડામાં વાહન પછડાતા તેને ઇન્ટર્નલ પાર્ટ્‌સને પણ નુકસાન થાય છે. વારંવાર વાહનને સર્વિસ કરવાને કારણે નાગરીકોને આર્થિક માર પડી રહ્યો છે.

Related posts

એચડીએફસી બેન્ક એફડી પર ૭.૬૦ ટકા વ્યાજ આપશે

saveragujarat

એલજે એન્જિનિયરિંગના ૬૦ સ્ટૂડન્ટ્‌સ સાથે સાયબર ફ્રોડ

saveragujarat

ઠક્કરનગર, બાપુનગર અને નિકોલ બેઠક પર પાટીદારોની નારાજગી ભાજપને નડશે ?

saveragujarat

Leave a Comment