Savera Gujarat
Other

નવસારીમાં મેઘરાજાએ માઝા મુકતાં ગુજરાત મહારાષ્ટ્ર નેશનલ હાઇવે બંધ કરાયો

સવેરા ગુજરાત, નવસારી તા. ૧૪

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ૩૦ ટકા નવસારી પાણીમાં ગરકાવ થઈ ગયુ છે. વરસાદને પગલે નવસારની ત્રણ મહત્વની નદીઓમાં પૂર આવ્યા છે. તો પૂરને લઈ જિલ્લા તંત્ર હાઈ એલર્ટ પર મૂકાયું છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ વે પર વરસાદી પાણી ભરાવાને કારણે નવસારી જિલ્લા કલેકટરે નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ચીખલી આલીપોરથી વલસાડ સુધીનો હાઈ વે અવરજવર માટે બંધ કર્યો છે. સૌ નાગરિકોને પોતાની સલામતી માટે આ હાઇવે પરનો પ્રવાસ ટાળવાનો જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો છે. નવસારી જિલ્લા કલેક્ટર, ડીડીઓ, એસપી ડિઝાસ્ટર કચેરીએ ગત રાતથી હાજર છે. જિલ્લામા ૨  ની ટીમ બચાવ માટે કાર્યરત કરાઈ છે. જેથી સ્થળાંતરમાં મદદરૂપ થઈ શકે.
જિલ્લામાં પૂરને પગલે હજારો લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધી ૧૪ હજાર લોકોનું સ્થળાંતર કરાયુ છે. નેશનલ હાઇવે નં. ૪૮ પર ચીખલી-આલીપોર માર્ગ પર કાવેરી નદીમાં પૂરને કારણે પાણી ફરી વળ્યાં છે. આ કારણે નેશનલ હાઇવે નં. . જિલ્લામાં પોલીસ દ્વારા પણ નદી કિનારા સાથે રસ્તાના પોઇન્ટ પર બંદોબસ્ત ગોઠવાયો છે. વાંસદા વઘઇ માર્ગ પર નાની વઘઇ નજીક રોડ પર પાણી ફળી વળતા નેશનલ હાઇવે બંધ કરવાની જરૂર પડી છે. ગુજરાત અને મહારાષ્ટ્રને જાેડતો માર્ગ બંધ થયો છે. ડાંગ જિલ્લામાંથી મહારાષ્ટ્ર જવા વઘઈ વાંસદા રોડ બંધ થયો છે. આ માર્ગ પર અનેક વાહનો પાણીમાં તણાયા જેવી સ્થિતિ જાેવા મળી. એક કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો. ટ્રાન્સપોર્ટ તેમજ નોકરિયાત વર્ગને આ માર્ગ પરથી આવવા જવા માટે હાલાકી વધી

Related posts

શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ, નંદબાબા, યશોદા મૈયા અને બાળસખા મિત્રોએ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગમાં અનેરું આકર્ષણ જમાવ્યું !!

saveragujarat

બનાસકાંઠાની થરાદ કેનાલમાં મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત ઃ ચાર દિવસમાં ચાર લાશો મળી

saveragujarat

ગાંધીનગર ખાતે દેશના સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’ની મુલાકાત કરતાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્ય મંત્રી

saveragujarat

Leave a Comment