Savera Gujarat
Other

અમદાવાદમાં મેંઘરાજાની ધમકેદાર બેટીંગમાં ઓગણજમાં દીવલ ધરાશાયી થતાં ત્રણ મજૂરના મોત

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૪
અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. અનેક વિસ્તારોમાં વીજળી કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. ૨૦ મિનિટમાં વાડજ અને ઉસ્માનપુરામાં એક ઇંચ વરસાદ ખાબક્યો. તો વેજલપુર જીવરાજ તરફ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. જ્યારે ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જીવરાજ, શ્યામલ, પાલડીમાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદમાં વિઝિબિલિટી ઘટતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. અમદાવાદીઓમાં ફરી ડર પેસી ગયો છે કે ક્યાક રવિવાર જેવો વરસાદ ન પડે. અમદાવાદ શહેરમાં મેઘરાજાની વધુ એક અતિ તોફાની બેટિંગ જાેવા મળી. ગુરુવારે સવારના ૯ થી ૧૦ દરમિયાન પશ્ચિમ વિસ્તારમાં અતિ ભારે વરસાદ નોંધાયો. ૧ કલાકમાં શહેરમાં એવરેજ પોણો ઇંચ વરસાદ નોંધાયો. તો કેટલાક વિસ્તારમાં ૧ કલાકમાં ૨ ઇંચ વરસાદ પણ નોંધાયો. ગોતા, રાણીપ, ચાંદખેડા, ચાંદલોડિયા, સાયન્સ સિટી રોડ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરાયો છે. અમદાવાદમાં સવારથી જ અનેક વિસ્તારોમા વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઓગણજ વિસ્તારમાં દશેશ્વર ફાર્મ પાછળ આવેલી કન્સ્ટ્રક્શન સાઈટની દીવાલ પડવાની ઘટના બની છે. ઓગણજ એસપી રિંગ રોડ તરફની દિવાલ ધસી પડી હતી. જેમાં કામ કરતા પાંચ મજૂરો નીચે દટાયા હતા. ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. દટાયેલા પાંચેય મજૂરોને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે તમામને રેસ્ક્યૂ કર્યા હતા. જેમાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. તો અન્ય બે મજૂરોને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર માટે મોકલાયા છે. આ ઘટનાને પગલે વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.

Related posts

જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાની સાઈટ વિઝીટ કરતા ગાંધીનગરના પ્રતિનિધિ

saveragujarat

જમ્મુમાં તિરૂપતિ બાલાજીના પ્રથમ મંદિરના કપાટ ખુલ્યા

saveragujarat

સરકાર ભૂપેન્દ્ર પટેલનું આજે પ્રથમ બજેટ રજૂ થશે

saveragujarat

Leave a Comment