Savera Gujarat
Other

બનાસકાંઠાની થરાદ કેનાલમાં મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત ઃ ચાર દિવસમાં ચાર લાશો મળી

સવેરા ગુજરાત, બનાસકાંઠા 17
થરાદની મુખ્ય કેનાલમાંથી ત્રણ દિવસમાં ૪ લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ઉપરાઉપરી લાશો નીકળતા સ્થાનિકોમાં ડરનો માહોલ ફેલાયો છે. સતત ત્રણ દિવસથી થરાદની કેનલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે. રોજ કેનાલના પાણી પર તરતી લાશો આવી જાય છે. સરહદીય વિસ્તારમાં નર્મદાની કેનાલ મોતની કેનાલ બની છે. થરાદની નર્મદા કેનાલમાંથી ચાર દિવસમાં ચાર મૃતદેહ મળ્યા છે. ત્યારે તપાસનો વિષય એ છે કે, કેનાલમાંથી મળી આવતી લાશ પાછળ હત્યા કે આત્મહત્યા જવાબદાર છે. કે તેની પાછળ લૂંટ કે અન્ય કારણો છે. જેથી પોલીસ માટે પણ આ કેનાલ કોયડો બની છે.
થરાદના ખાનપુર પુલ નજીક નર્મદા કેનાલમાંથી આજે યુવકનો તરતો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા મૃતદેહને બહાર કાઢવાની કામગીરી કરી હતી. જેમાં તપાસ કરતા જાણવા મળ્યુ કે, આ યુવક વાવના વાવડી ગામનો રહેવાસી વિનોદ રાજગોર છે. થરાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. થરાદની મુખ્ય કેનાલમાંથી તારીખ ૧૬ જૂનના રોજ અજાણ્યા યુવક -યુવતીની લાશ મળી હતી. ભાપી ગામ નજીકથી પસાર થતી કેનાલની સાયફનમાં પાણીમાં તરતા યુવક-યુવતીના મૃતદેહ મળ્યો હતો. ઘટનાની જાણ ફાયરવિભાગને કરાતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. થરાદ પોલીસે મૃતદેહોને પોસમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. થરાદના મહાજન પુરા નજીક મુખ્ય કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. કેનાલમાં યુવકનો મૃતદેહ તરતો નજરે પડતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. જેમાં મૃતદેહ થરાદની આંબલીશેરીમાં રહેતા યતીન્દ્ર ગાંધીનો હોવાનું ખૂલ્યુ હતું. પોલીસે યુવકના મૃતદેહને તેના પરિવારને સોંપી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

સુરતમાં રોજ ૩૦૦ મોડેલને સાડી પહેરવાનુ કામ આપે છે

saveragujarat

ગાંધીનગરમાં આગામી ૧૭ સપ્ટે. સુધી કલમ ૧૪૪ લાગુ

saveragujarat

૩૫૦૦ સ્કૂલોને સરેરાશ ૧૦% ફી વધારો કરવા મંજૂરી અપાઈ

saveragujarat

Leave a Comment